Gujarat
ફટાકડાની દુકાનો માટે સુરક્ષાના નિયમોઃચાઇનીઝ ફટાકડા અને ચીજો પર પ્રતિબંધઃરાતે 12 થી 8 જ સામાનની હેરાફેરી
By GS TEAM
29 Sep 20251 min read

વડોદરાઃ દિવાળીના તહેવારને અનુલક્ષીને પોલીસ કમિશનર દ્વારા ફટાકડાની દુકાનો માટે સુરક્ષાના નિયમો તેમજ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે.
પોલીસ કમિશનરના જાહેરનામામાં ચાઇનીઝ ફટાકડા તેમજ બંદૂક જેવી બનાવટો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.જ્યારે, પાર્કિંગ દુકાનથી ૨૫ મીટર દૂર રાખવાની સૂચના અપાઇ છે.
આ ઉપરાંત ટુવ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગ અલગઅલગ રાખવાની અને દુકાનના સામાનની હેરાફેરી રાતે ૧૨ થી સવારે ૮ સુધી જ કરવાની સૂચના આપવામાં આવી છે.









