બેફામ દોડતા વાહનો અકસ્માત સર્જે છે
લીઝ કેરા સીમમાં હોવાથી ત્યાંથી રસ્તો બનાવવાની માંગ કરાઈ : કોંગ્રેસે સમર્થન આપ્યું
તાલુકાના બળદિયા ઝુમખા તથા વડઝર ગામોને છેલ્લા ઘણા સમયથી બેફામ દોડતા ઓવરલોડ વાહનોના કારણે ત્રાસ થતો હોવાની રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી ન કરાતાં સ્થાનિકોએ આજે બળદિયા ઝુમખા માર્ગ પર ચકાજામ કરતા સેંકડો વાહનોના પૈડાં થંભી ગયા હતા.
છેલ્લા લાંબા સમયથી ત્રણે ગામના લોકો અને ખેડૂતોને જિલ્લા વહીવટી તંત્ર, ખાણ ખનિજ તથા આરટીઓ વિભાગની બેદરકારી અને ઓવરલોડ વાહનોેને પ્રોત્સાહન આપવાની નીતિના ભોગે તકલીફ ભોગવવી પડતી હોવાના આક્ષેપ કરાયા હતા.
આ ગામોની સમસ્યાના સમર્થનમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વી.કે.હુંબલે જણાવ્યું હતું કે, લોકો તેમજ સરપંચોએ અવારનવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય ન કરાતાં ચકાજામ કરવું પડે તે દુખદ બાબત છે. સ્થળ પરથી તેમણે પ્રાંત અધિકારી, આરટીઓ અને ખાણ ખનિજ વિભાગને તરત ઉકેલ નહીં આવે તો આગામી સોમવારે જિલ્લા કલેક્ટર અને આરટીઓને રૂબરૂ મળી લીઝ કેરા સીમમાં હોવાથી ત્યાંના સીમાડામાંથી બાયપાસ રોડ બનાવી આ ત્રણ ગામના લોકોને ત્રાસમાંથી છોડાવવા રજૂઆત કરાશે.


