Get The App

બાલાસિનોરના શિક્ષક વિમલ સુથારને ગુજરાતના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
બાલાસિનોરના શિક્ષક વિમલ સુથારને ગુજરાતના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ 1 - image

- જીવનના અંત સુધી ઉપયોગી થાય તેવું શિક્ષણ વિદ્યાર્થીને આ૫વું જોઇએ

- 'હેલ્થ ડાયેટ કાર્ડ' પ્રકલ્પ રજૂ કર્યા બાદ ભારત સરકારે આયુષ્યમાન કાર્ડની સાથે હેલ્થ કાર્ડ આપવાનું શરૂ કર્યું 

બાલાસિનોર : બાલાસિનોરની કરૂણા નિકેતન હાઇસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિમલકુમાર બુધાલાલ સુથારને રાજ્યના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. 'ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ' દ્વારા તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતના ખ્યાતનામ વૈજ્ઞાનિકોની હાજરીમાં તેમનું સન્માન કરાયું હતું. 

વર્ષ ૨૦૨૨માં મહિસાગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર વિમલકુમાર સુથાર ૨૩ વર્ષથી શિક્ષણકાર્ય સાથે સંકળાયેલા છે. વર્ષ ૨૦૧૯માં એજ્યુકેશન ઇનોવેશનમાં તેમણે 'હેલ્થ ડાયેટ કાર્ડ' પ્રકલ્પ રજૂ કર્યોે હતો. જેની નોંધ લઇને ભારત સરકારે ૨૦૨૨થી આયુષ્યમાન કાર્ડ સાથે હેલ્થ કાર્ડ આપવાનું શરૂ કર્યું છે. હાલ ધો.૯ અને ૧૦ ગણિત વિષયમાં સેવા આપી રહેલા આ શિક્ષકની ૨૦૧૪માં ભોપાલ મૂકામે 'ગુજરાત કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન' દ્વારા યોજાયેલા 'અભ્યાસ સુધારણા કાર્યક્રમ'માં ગણિત વિષયમાં ૫સંદગી થઇ હતી. ગાણિતિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી અને વિદ્યાર્થીઓને સતત સહયોગી થવાની ભાવના તેમજ શૈક્ષણિક અનુભવોને ધ્યાનમાં લઇને તેમની આ એવોર્ડ માટે પસંદગી થઇ હતી. આ એવોર્ડ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા વિમાલકુમરે જણાવ્યું હતું કે, હું ક્યારેય ટયુશન કરાવતો નથી. વિદ્યાર્થીને ફક્ત પરિક્ષામાં જ નહીં, જીવનના અંત સુધી ઉપયોગી થાય તેવું શીખવવાનો મારો પ્રયાસ હોય છે. જીવનના ગુણાકાર-ભાગાકાર કેવી રીતે કરવા તે પણ વિદ્યાર્થી શીખીને જવો જોઇએ.