Get The App

બાજવા - અમદાવાદ ૯૬ કિ.મી. સેકશનમાં કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ

આજેડી.આર.એમ. નિરીક્ષણ કરશે, ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત બનશે તેવો દાવો

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
બાજવા - અમદાવાદ ૯૬ કિ.મી. સેકશનમાં કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ 1 - image


વડોદરા રેલવે વિભાગ દ્વારા બાજવા - અમદાવાદ રેલ સેકશનમા એ.ટી.પી. (ઓટોમેટીક ટ્રેન પ્રોટેક્શન) કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ છે. આવતીકાલે ડીઆરએમ આ કામગીરીનું નિરીક્ષણ કરશે.

રેલવે સંચાલનમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવા વડોદરા વિભાગના સિગ્નલ અને ટેલિકોમ વિભાગ દ્વારા ૯૬ કિલોમીટર લંબાઈ ધરાવતા બાજવા - અમદાવાદ રેલ સેકશનમાં સ્વદેશી ક્વચસિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે.

આ સેક્શનની આવતીકાલે તા. ૨૯ ડિસેમ્બરે વડોદરા- અમદાવાદ ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં વડોદરા વિભાગના ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે હાજર રહી આ સિસ્ટમની પ્રણાલીનું નિરીક્ષણ કરશે.

વડોદરા વિભાગના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા મુજબ, આ સેક્શન પર ચાલતા તમામ લોકોમોટિવ (ટ્રેનના એન્જિન)કવચ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે. નવી ટેક્રોલોજીથી તૈયાર કરાયેલી આ સિસ્ટમ રેડ સિગ્નલ ઉલ્લંધન અટકાવવું, આપમેળે ગતિ નિયંત્રણ તેમજ સામસામે અને પાછળથી થનારી અથડા મણોથી સુરક્ષા આપે છે.