Get The App

બજાણા પોલીસે ભાસ્કરપરા ગામ તરફ જવાના રસ્તા પર બે કારમાંથી બીયરના 4 ટીન ઝડપી પાડયા

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
બજાણા પોલીસે ભાસ્કરપરા ગામ તરફ જવાના રસ્તા પર બે કારમાંથી બીયરના 4 ટીન ઝડપી પાડયા 1 - image


- બે કાર સહિત કુલ રૂા. 17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

- એક કારચાલક ઝડપાયો જ્યારે અન્ય કારચાલક નાસી છુટયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ બજાણા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન છાબલી ગામથી ભાસ્કરપરા ગામ તરફ જવાના રસ્તે શંકાસ્પદ હાલતમાં અલગ-અલગ બે કાર નજરે પડતા ત્યાં જઈ તપાસ કરતા બન્ને કારમાંથી બીયરના ટીન સહિતનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથધરી છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બજાણા પોલીસ ટીમે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન છાબલીથી ભાસ્કરપરા તરફ જતા રસ્તા પર શંકાસ્પદ હાલતમાં બે કાર જોવા મળી હતી અને કારની તલાસી લેતા તેમાંથી બીયર ટીન નંગ-૨ કિંમત રૂા.૨૦૦ સહિતના મુદ્દામાલ સાથે કારચાલક અરવિંદભાઈ ઉર્ફે લાલો પ્રવિણભાઈ બારૈયા રહે.છાબલી તા.દસાડાવાળાને ઝડપી લીધો હતો કુલ રૂા.૮,૦૦,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી કારની તલાસી લેતા કારચાલક રોહિતભાઈ પેથાભાઈ દુધરેજીયા રહે.તલસાણા તા.લખતરવાળો નાસી છુટયો હતો જ્યારે આ કારની તલાસી લેતા બીયર ટીન નંગ-૨ કિંમત રૂા.૨૦૦ તેમજ કાર કિંમત રૂા.૯,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૯,૦૦,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ બન્ને અને બીયરના ટીન સહિત કુલ રૂા.૧૭,૦૦,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સો સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Tags :