ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડવાના કૌભાંડમાં જામીન અરજી નામંજૂર
આરોપીઓ પાસેથી ૪૧૬ એટીએમ કાર્ડ મળી આવ્યા હતા
વડોદરા,રવિવાર
સાયબર ફ્રોડ કરતા આરોપીઓને નાણાંકીય વ્યવહારો માટે બેંક એકાઉન્ટ
પૂરા પાડવાના કૈૌૈભાંડમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની
અરજી નામંજૂર કરી હતી.
બનાવની વિગત એવી છે કે, વડોદરા તાલુકા પોલીસે અર્શદ ઉર્ફે અમન મહેસરઅલી
પઠાણ, સોહિલખાન ફિરોજખાન
પઠાણ તથા મોહંમદઉમર મોહંમદસાજીદ ચોખાવાલાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓ ગરીબ લોકોને રૃપિયાની લાલચ આપી બનાવટી
સિક્કા તથા દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી બેંક એકાઉન્ટ ખોલાવડાવતા હોવાનું
જણાવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી ૪૧૬ એ.ટી.એમ. કાર્ડ કબજે કર્યા હતા.
તપાસમાં કર્ણાટકા બેંકના મેનેજર પૂર્ણપ્રજ્ઞાા કૃષ્ણાજી અનંત
કુલકર્ણીની સંડોવણી પણ સપાટી પર આવી હતી. આ કેસમાં હાલ જેલમાં રહેલા સોહેલખાન
ફિરોજખાન પઠાણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.