Gujarat

એનડીપીએસના ગુનામાં મુંબઇના બે આરોપીની જામીન અરજી રદ

By GS TEAM
30 Sep 20251 min read
એનડીપીએસના ગુનામાં મુંબઇના બે આરોપીની જામીન અરજી રદ

વડોદરા : ૧૧ લાખનું મેફેડ્રોન જપ્ત કરવાના બનાવમાં સંડોવાયેલા મુંબઇના બે આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે બન્ને આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે, એક વર્ષ પહેલા કારેલીબાગ પોલીસે રૃા.૧,૦૯,૨૦૦ની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન ખુલવ પામ્યું હતું કે, મેફેડ્રોનનો જથ્થો સપ્લાઇ કરવામાં સલાઉદ્દીન અલ્લાઉદ્દીન શેખ અને ફઝલ ઝાફરખાન નામના શખ્સની સંડોવણી છે.

તપાસ દરમિયાન બન્ને આરોપીઓ મુંબઇના વાસીમાં નોંધાયેલા અન્ય ગુનામાં પણ સંડોવાયેલા હોવાની વિગતો ખુલી હતી એટલે પોલીસે બન્ને આરોપીનો કબજો મેળવ્યો હતો. હાલ જેલમાં રહેલા બન્ને આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે બન્ને આરોપી ગુનાઇત ભૂતકાળ ધરાવતા હોવાની નોંધ સાથે અરજી નામંજૂર કરી હતી.