Gujarat

હત્યાના બનાવમાં આરોપી સુશીલકુમારની જામીન અરજી નામંજૂર

By GS TEAM
15 Dec 20251 min read
હત્યાના બનાવમાં આરોપી સુશીલકુમારની જામીન અરજી નામંજૂર

વડોદરા : ભાયલીમાં આવેલા ધ એરોઝ ઇન્ફ્રા સોસાયટીમાં બાઈક પાકગ બાબતે ઝઘડો થતાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતાં ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, ધ એરોઝ ઇન્ફ્રા સોસાયટીમાં ભાડેથી રહેતા અક્ષય કુરપાણે તા.૩ ઓગસ્ટના રોજ સોસાયટીના પાકગમાં બાઈક પાર્ક કરતાં સુશીલકુમાર રાજેન્દ્રપ્રસાદસિંઘ નામના શખ્સે અક્ષય સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડા પછી સુશીલે સોસાયટીના વોટ્સએપ ગૃપમાં પણ અક્ષયને ધમકીઓ આપી હતી.

ત્યાર બાદ રાત્રે અક્ષય પોતાની બાઈક લઈને સોસાયટીમાં પ્રવેશ્યો ત્યારે આરોપી સુશીલકુમાર સિંઘે ઝઘડો કરી તેના હાથમાં રહેલા ચપ્પુથી અક્ષયની છાતીમાં ઘા મારી દેતાં ગંભીર રીતે ઘવાયેલા અક્ષયનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવમાં આરોપી સુશીલકુમારની ધરપકડ કરી હતી. આ કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપી સુશીલકુમાર સિંઘે જામીન અરજી મૂકતાં આરોપી સામે ગંભીર અને પ્રથમદર્શનીય ગુનો જણાતો હોવાની નોંધ સાથે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.