Gujarat

કાસમઆલા ગેંગના સાગરીત સુફીયાન પઠાણની જામીન અરજી રદ

By GS TEAM
16 Jul 20251 min read
કાસમઆલા ગેંગના સાગરીત સુફીયાન પઠાણની જામીન અરજી રદ

વડોદરા : હત્યાનો પ્રયાસ, અપહરણ, બળજબરીથી કઢાવવુ, લૂંટ તેમજ ધાડ સહિતના ૧૬૪ ગુનાઓ આચરી હાહાકાર મચાવનારી કાસામઆલા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ આ ગેંગના સાગરીત સુફીયાન પઠાણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી હુસેન કાદરમીયા સુન્ની નામના શખ્સે કાસમઆલા ગેંગના નામથી સંગઠિત ટોળકી બનાવી હતી અને છેલ્લા દસ વર્ષમાં આ ગેંગ દ્વારા ૧૬૪ ગુનાઓ આચરતા ક્રાઇમ બ્રાન્ચે હુસેનમીયા કાદરમીયા સુન્ની, અકબર કાદરમીયા સુન્ની, શાહીદ ઉર્ફે ભુરીયો શેખ, વસીમખાન ઉર્ફે બબ્લુ પઠાણ, હસન ઉર્ફે ઝાંઝર સુન્ની, સિકંદર કાદરમીયા સુન્ની, મોહંમદઅલી ઉર્ફે હલીમા સલીમખાન  પઠાણ, સુફીયા સિકન્દર પઠાણ અને ગની ઉર્ફે એરટેલ શેખ સામે જાન્યુઆરી માસમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ કેસમાં તમામ આરોપીની ધરપકડ થઇ જતા પોલીસે આરોપીઓની મિલ્કતોની તપાસ માટે મહેસુલ વિભાગ તેમજ અન્ય સરકારી ડિપાર્ટમેન્ટમાંથી વિગતો મેળવી હતી. તપાસ પુરી થતાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ તા.૨૪ જુનના રોજ આરોપીઓ સામે ૩૫૦૦ પેજનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ કર્યું હતું. પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ આરોપી સુફીયાન સિકંદર પઠાણે જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સ્પે.સરકારી વકીલ રઘુવીર પંડયા હાજર રહ્યાં હતા અને જામીન અરજી રદ કરવા માટે દલીલો કરી હતી.