કાસમઆલા ગેંગના સાગરીત શાહીદ અને વસીમખાનની જામીન અરજી નામંજૂર
૧૬૪ ગુના આચરનારી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો,તમામ નવ આરોપીની ધરપકડ
૧૬૪ ગુના આચરનારી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો,તમામ નવ આરોપીની ધરપકડ
વડોદરા: હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટ તેમજ ધાડ સહિતના ૧૬૪ ગુનાઓ આચરી હાહાકાર મચાવનારી કાસામઆલા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે તમામ નવ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા બે આરોપીએ સ્પેશ્યલ કોર્ટમાં જામીન અરજી મુકતા અદાલતે બન્ને અરજદારની અરજી રદ કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, કાયદાનો ઉદ્દેશ્ય માત્ર એકલા આરોપીના અધિકારીનું રક્ષણ કરવાનો નથી, પરંતુ સમાજ અને વ્યક્તિના અધિકારીનું રક્ષણ કરવાનો પણ છે.
ઉલ્લેખનીય છે કે, હુસેન કાદરમીયા સુન્ની નામના શખ્સે કાસમઆલા ગેંગના નામથી સંગઠીત ટોળકી બનાવી
છેલ્લા દસ વર્ષમાં અસંખ્ય ગુનાઓ આચરતા ક્રાઇમ બ્રાન્ચે હુસેનમીયા કાદરમીયા સુન્ની, અકબર કાદરમીયા સુન્ની, શાહીદ ઉર્ફે ભુરીયો શેખ, વસીમખાન ઉર્ફે બબ્લુ પઠાણ, હસન ઉર્ફે ઝાંઝર સુન્ની, સિકંદર સુન્ની, મહંમદઅલ પઠાણ, સુફીયા પઠાણ અને ગની ઉર્ફે એરટેલ શેખ સામે જાન્યુઆરી માસમાં ગુજસીટોક હેઠળ ગુનો
દાખલ કરી તમામ નવ આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી
સાહેદ ઉર્ફે ભુરીયો જાકીરભાઇ શેખ તેમજ વસીમખાન ઉર્ફે બબલુ ઉર્ફે માની યુસુફખાન
પઠાણે જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયા હાજર
રહ્યાં હતા. તેમણે રજૂઆત કરી હતી કે, બન્ને આરોપી સતત ગેરકાયદેસરની
પ્રવૃત્તિમાં સામેલ છે. જામીન આપવામાં આવશે તો ફરી ગુનાઓ આચરશે. આરોપીઓ સામે ગંભીર
પ્રકારના ગુનોઓ નોંધાયેલા છે.