સામસામે હુમલો કરનારા સાત આરોપીની જામીન અરજી રદ
કુહાડી,લાકડી અને પાઇપથી બન્ને પક્ષે હુમલો કર્યો હતો
કુહાડી,લાકડી અને પાઇપથી બન્ને પક્ષે હુમલો કર્યો હતો
વડોદરા : આજવા રોડ પર સિકંદરપુરા ગામ નજીકની સોસાયટીમાં છારૃ નાંખવા બાબતે તકરાર થતા બે પરિવાર વચ્ચે હિંસક મારામારી થતા છ લોકોને ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવ્યા બાદ સાત આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે તમામની અરજી નામંજૂર કરી હતી.
બનાવની વિગત એવી છે કે, ે શીવનગરમાં રહેતા સાગર નાજાભાઇ ભરવાડે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવી જણાવ્યું છે કે, મારા ઘરના આગળના રોડ પર કાદવ થયો હોવાથી
છારૃ નાંખવા બાબતે નજીકમાં રહેતા વસરામભાઇ મીર તથા તેમના સગા દ્વારા કુહાડી અને લાકડીથી હુમલો કર્યો હતો.
જ્યારે સામા પક્ષે વસરામભાઇએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, નાજાભાઇ કસોટીયા, સહિતના આરોપીએ લોખંડની પાઇપ, સળિયો અને લાકડીથી હુમલો કર્યો હતો. આ બનાવમાં નાઝાભાઇ ગભરુભાઇ કસોટીયા, પ્રકાશ નાઝાભાઇ કસોટીયા, સાગર નાઝાભાઇ કસોટીયા અનં વિજય નાઝાભાઇ
કસોટીયાએ તેમજ સામા પક્ષે વશરામભાઇ રામાભાઇ મીર, રાહુલ રામાભાઇ મીર અને ટપુભાઇ રામાભાઇ મીરે જામીન અરજી મુકતા કોર્ટે તમામની
અરજી રદ કરી હતી.