Get The App

એનડીપીએસના આરોપીની જામીન અરજી નામંજૂર

પોલીસે સાત લાખનું મેફેડ્રોન કબજે કર્યું હતું

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
એનડીપીએસના આરોપીની જામીન અરજી નામંજૂર 1 - image

સાત લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા


વડોદરા : બે વર્ષ પહેલા રૃા.૭ લાખના મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીએ પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોઇ સ્થાવર મિલકત વેચવા માટે ૧૦ દિવસના વચગાળાના જામીન માગતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૩માં એસઓજીએ બાતમીના આધારે નાગરવાડા વિસ્તારમાં આવેલા ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રેડ પાડી રૃા.૭ લાખની કિંમતનું મેફેડ્રોન કબજે કરી શહારુખ સરવરખાન પઠાણની ધરપકડ કરી હતી. તપાસમાં શહારુખે આ જથ્થો કપિલ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી.

ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ ૧૦ દિવસના વચગાળાના જામીન માગી રજૂઆત કરી હતી કે, સ્થાવર મિલકત વેંચવા માટે તેને જામીન આપવામાં આવે. પોલીસે અરજદારની માતાનું નિવેદન લેતા તેમણે જણાવ્યું હતું કે, તેના પતિના નામે જે મકાન છે તે વેચવાનું છે. અદાલતે પિતાનું મકાન વેચવામાં અરજદારની કોઇ જરુર ન હોવાની નોંધ સાથે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.