Gujarat

પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પતિની જામીન અરજી રદ

By GS TEAM
4 Jan 20261 min read
પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પતિની જામીન અરજી રદ

વડોદરા : પતિ દ્વારા આપવામાં આવતા અસહ્ય ત્રાસથી કંટાળી પત્નીએ આત્મહત્યા કરી લેતા આ બનાવમાં અદાલતે પતિની જામીન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, વડોદરાના બિલ રોડ પર આવેલ આર્યા એક્ઝોટિકા ફ્લેટમાં રહેતા વિવેક ઉર્ફે વિક્કી હસમુખભાઈ ચાવડા સામે શારદાબેન રાઠવાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દિકરી અનસુયાએ વર્ષ ૨૦૨૦માં આરોપી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ વિવેક ખોટો વહેમ રાખી પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો.

આરોપી વારંવાર પત્નીને તું મરી જા, મારે તું જોઈતી નથી તેમ કહી મારઝુડ કરતો હોઇ અનસુયાએ પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવમાં વિવેક ટાવડાએ ચાર્જશીટ બાદ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,આરોપી સામેના આક્ષેપો અત્યંત ગંભીર પ્રકારના છે અને જો તેને મુક્ત કરવામાં આવે તો સમાજ પર તેની વિપરીત અસર પડશે.ં