Gujarat

૧૧ લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા દંપતીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
22 Aug 20251 min read
૧૧ લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા દંપતીની જામીન અરજી નામંજૂર

વડોદરા : મચ્છીપીઠમાં આવેલા ફ્લેટમાં મેફેડ્રોન ડ્રગ્ઝનું વેંચાણ કરવાના બનાવમાં સંડોવાયેલા દંપતીએ તેમનો પુત્ર ચાર વર્ષનો છે અને તેની ધાર્મિક વીધીમાં હાજરી આપવા માટે સાત દિવસના વચગાળાના જામીન માગતા અદાલતે દંપતીની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, કારેલીબાગ પોલીસે બાતમીના આધારે તા.૧૧ જુલાઇ ૨૦૨૪ના રોજ મોઇન એપાર્ટમેન્ટમાં રહેતી રેહાના પઠાણના ઘરે રેડ પાડતા તેના ઘરેથી રૃા.૧૧ લાખની કિંમતનું મેફેડ્રોન મળી આવ્યું હતું. પૂછપરછમાં આરોપી મોહંમદ કામીલ મોહમ્મદ કાસીમ શેખ અને નીગત મોહમ્મદ કામીલ શેખ તેમજ રેહાના ડ્રગ્ઝનું વેંચાણ કરતા હોવાનું ખુલતા પોલીસે આ દંપતિની પણ ધરપકડ કરી હતી અને કુલ રૃા.૧૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તપાસમાં ડ્રગ્ઝનો જથ્થો મુંબઇના ફેઝલ નામના શખ્સ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. દરમિયાનમાં હાલ જેલમાં રહેલા મોહંમદ કામીલ શેખ અને તેની પત્નિ નીગત શેખે તેમનો ચાર વર્ષના પુત્રની ધાર્મિક વીધિમાં હાજરી આપવા માટે પૈસાની વ્યવસ્થા કરવાની હોઇ તેમજ વીધીમાં તેમની હાજરીની જરૃર હોઇ સાત દિવસના જામીન માગ્યા હતા. અદાલતે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ દંપતિની જામીન અરજી નામંજૂર કરી હતી અને નોંધ્યું હતું કે, પોલીસે રજૂ કરેલા અભિપ્રાય પ્રમાણે વીધીનો ખર્ચ અન્ય સગા સબંધીઓ કરવાના છે અને આ વિધિમાં હાજરી ન હોઇ તો વીધી અટકી જશે નહી.