Get The App

હત્યાનો પ્રયાસ કરનારા બૂટલેગર કુણાલ કહારની જામીન અરજી રદ

આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે યુવક પર થાર જીપ ચડાવી દઇ

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
હત્યાનો પ્રયાસ કરનારા બૂટલેગર કુણાલ કહારની જામીન અરજી રદ 1 - image

વડોદરા : પાણીગેટના માથાભારે બૂટલેગર કુણાલ કહારે આયુર્વેદિક  ત્રણ રસ્તા પાસે એક યુવક પર થાર જીપ ચડાવી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની જામીન અરજી રદ કરી હતી.

કેસની વિગત એવી છે કે, આયુર્વેદિક ત્રણ રસ્તા  પાસે મારુતિધામ ગ્રાફિક્સ નામથી ધંધો કરતા હરીશ રમેશભાઇ  કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૧ જુલાઇ ૨૦૨૫ના રોજ તે  આયુર્વેદિક ત્રણ રસ્તા પર ઉભો હતો ત્યારે આરોપી કુણાલ કહાર તેની જીપના દરવાજા ખુલ્લા  રાખી બેઠો હતો. મને જોઇને કુણાલ કહાર અભદ્ર ભાષામાં બોલ્યો હતો. મેં તેને જીપમાંથી નીચે ઉતરવાનું કહેતા તે નીચે ઉતરીને મને તથા મારા ભાઇ તરંગને ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો.

ત્યાર બાદ  હું મારા મોપેડ પર જઇ રહ્યો હતો ત્યારે કુણાલ કહારે જીપ ચાલુ કરી મને મારી નાંખવાના ઇરાદે જીપ મારા પર ચઢાવી દેતા હું ફંગોળાઇને નીચે પટકાયો હતો. આ બનાવમા આરોપી કૃણાલ કહારે જામીન અરજી મુકતા સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. તેની સામે ગુજસીટોક હેઠળ પણ ગુનો નોંધાયેલો છે અને પ્રથમદર્શનીય સંડોવણી છે. ન્યાયાધીશે અરજદાર કુણાલ કહારની જામીન અરજી રદ કરી હતી.