Gujarat

૧.૫૮ કરોડની ઠગાઇ કરનારા ગઠિયાની જામીન અરજી નામંજૂર

By GS TEAM
5 Sep 20251 min read
૧.૫૮ કરોડની ઠગાઇ કરનારા ગઠિયાની જામીન અરજી નામંજૂર

વડોદરા : વડોદરાના વૃદ્ધને મનીલોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના ડીસીપી અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરી ૪૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને ૧.૫૮ કરોડ રૃપિયા પડાવી લેવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા એડિ.ચીફ.જ્યુ.મેજિ.એ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, શહેરમાં રહેતા એક વૃદ્ધને મુંબઇના ડીસીપી બોલતા હોવાનું જણાવી તમે મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવી હુ તમને ડિજિટલ એરેસ્ટ કરુ છુ તેમ કહી જો તમે આ બાબતની જાણ કોઇને કરશો તો તમારી જાનને ખતરો છે તેમ કહી આ શખ્સે તમારે તમારા નાણાંનું વેરિફિકેશન કરાવવું પડશે તેમ કહી સુપ્રિમ કોર્ટનો લેટર વોટ્સએપ પર મોકલ્યો હતો.

આ શખ્સે ત્યાર બાદ વૃદ્ધને ખુબ જ ડરાવીને તેમની પાસેથી રૃા.૧.૫૮ કરોડ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ત્યાર બાદ એક વાર તમારી તબિયત કેમ છે ? તેવો ફોન કર્યા બાદ ફોન બંધ કરી દીધો હતો અને માતબર રકમની છેતરપિંડી કરી હતી.આ બનાવમાં પોલીસે મહેન્દ્રકુમાર ગંગારામ મેઘવાલ (રહે.રાજસ્થાન)ની ધરપકડ કરી હતી અને તેણે અદાલતમાં જામીન અરજી મુકતા એડિ.ચીફ.જ્યુ.મેજિ.એ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.