લેન્ડગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર
જરોદ પોલીસે ૧૪ શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો

વડોદરા : જરોદ ખાતે આવેલી ખેતીની જમીનમાં કાચા પાકા બાંધકામ કરી દબાણ કરનારા ૧૪ આરોપીઓ સામે જરોદ પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ બનાવમાં પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા એક આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરીહતી.
કેસની વિગત એવી છે કે, ચંપકભાઇ ભાલીયાએ જરોદ પોલીસ સ્ટેશનમાં તા.૧૬
ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૧૪ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના
પિતાની ખેતીની જમીન જરોદ-હાલોલ રોડ પર આવેલી છે અને તેમાં ૧૪ આરોપીઓએ કાચા પાકા
બાંધકામ કરી દબાણ કર્યું છે.
આ બનાવ અંગે પોલીસે ૧૪ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યા બાદ પોલીસ
ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી કલ્પીત ભાનુપ્રસાદ પાઠકે જામીન અરજી મૂકતા
ન્યાયાધીશે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો હોઇ આરોપીની જામીન અરજી નામંજૂર કરી
હતી.