હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર

વડોદરા : કાર ભાડે લીધા બાદ કારને બારોબાર વેચી નાંખનારા યુવકને બેલ્ટથી તેમજ ગડદા-પાટુનો ઢોર માર મારી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે અરજદારની જામીન અરજી રદ કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, મૃતક યુવકને બેલ્ટથી માર મારવામાં આવી રહ્યો હતા ત્યારે આરોપીએ તેને છોડાવવાના બદલે વીડિયો ઉતાર્યો હતો. સીસીટીવી ફુટેજમાં પણ આરોપીની હાજરી પ્રસ્થાપિત થાય છે.
કેસની વિગત એવી છે કે, મૃતક પાર્થ ઉર્ફે રવી સુથાર નામના યુવકે છાણી જકાતનાકા પાસે
ઇન્ફિનીટી કારના નામથી ટ્રાવેલ્સ ેએજન્સી ધરાવતા વિશ્વજીતસિંહ વાઘેલા પાસેથી ૨૪
કલાકના ૩૦૦૦ના ભાડેથી કાર ભાડે લીધી હતી અને ત્યાર બાદ તેણે આ કાર બારોબાર રૃા.૨
લાખમાં વેંચી નાંખી હતી અને ૧૮ દિવસનું ભાડુ રૃા.૫૪,૦૦૦ પણ ચૂકવ્યું ન
હતું. એટલે આ બાબતની અદાવત રાખી વિશ્વજીતસિંહ તેમજ જયદિપ સહિતના સાત આરોપીઓએ
પાર્થને ઓફિસમાં ગોંધી રાખી બેલ્ટ તેમજ ગડદા-પાટુનો ઢોર માર મારતા તેનું મોત થયું
હતું.
આ બનાવમાં પોલીસે એક સગીર સહિત સાત આરોપી
સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.આ બનાવમાં પોલીસે ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી
રોહન જશવંતભાઇ સોલંકીએ જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં
આવી હતી કે,
અરજદારે મૃતક યુવકને છોડાવવાની જગ્યાએ વિકૃત આનંદ લીધો છે
અને માર મારતા હોવાનો વિડીયો ઉતારી તેને ફોરવર્ડ પણ કર્યો હતો. ગંભીર ગુનો છે
ત્યારે અરજી નામમંજૂર કરવી જોઇએ.








