ઠગાઇના ગુનામાં આરોપીની જામીન અરજી રદ
શેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી હતી
વડોદરા : શેર બજારમાં રોકાણ કરશો તો ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી સિનિયર સિટીઝન સાથે રૃા.૧.૨૮ કરોડની ઠગાઇ કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી ન્યાયાધીશે નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, સાઇબર ગઠિયાઓએ શહેરમાં રહેતા સિનિયર સિટીઝનનો
વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો અને શેેર બજારમાં રોકાણ કરશો તો ઉંચુ વળતર મળશે તેવી
લાલચ આપી હતી. આરોપીઓએ ત્યાર બાદ ફરિયાદી પાસે એપ ડાઉનલોડ કરાવી હતી અને તેમની
સુચના મુજબ ફરિયાદીએ શેરમાં રોકાણ કર્યું હતું અને વિવિધ બેંક એકઉન્ટમાં નાણાં
ટ્રાન્સફર કર્યા હતા.
માતબર રકમનું રોકાણ કર્યા બાદ તેની સામે પ્રોફીટ પણ બતાવવામાં
આવતો હતો. ફરિયાદીએ રૃા.૧.૨૮ કરોડનું રોકાણ કર્યા બાદ આ રકમ વિડ્રો કરવાનો પ્રયાસ
કરતા ગઠિયાઓએ રકમ વિડ્રો કરવા દીધી ન હતી અને છેતરપિંડી કરી હતી. આ કેસમાં પોલીસે
રવિ રાજુભાઇ વાળાની ધરપકડ કરી હતી જે હાલ જેલમાં હોઇ અને ગુનામાં ચાર્જશીટ દાખલ
થતા તેણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે
આરોપીની જમીન અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે,ગુનામાં
આરોપીનો મહત્વનો રોલ છે. જામીન આપવામાં આવશે તો આરોપી ફરાર થઇ જશે અને સાક્ષીઓને
ફોડશે.