Get The App

૯૧.૧૦ લાખની સાયબર છેતરપિંડીના આરોપીની જામીન અરજી નામંજૂર

એકાઉન્ટ હેક કરી ઉચાપત કરતી ગેંગના સાગરીતને રાહત આપવા કોર્ટનો ઇનકાર

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
૯૧.૧૦ લાખની સાયબર  છેતરપિંડીના આરોપીની જામીન અરજી નામંજૂર 1 - image

વડોદરા : ઇક્વિટાસ બેંકના કસ્ટમર કેર સવસના  કર્મચારી તરીકેની ઓળખ આપી રૃા.૯૧.૧૦ લાખની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૃા.  ૯૧,૧૦,૫૦૦ની ઓનલાઇન છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપી જીતેન્દ્ર હેમસિંહ મહેરા (રહે. જબલપુર, એમ.પી.)એ રેગ્યુલર જામીન મેળવવા માટે જામીન અરજી મૂકી હતી. આરોપી સામે આક્ષેપ છે કે, તેણે ફરિયાદીના ફોન પર કોલ ફોરવર્ડિંગ કરાવી મોબાઈલ હેક કર્યો હતો અને ઇક્વિટાસ તેમજ એયુબીએલ બેંક ખાતામાંથી નાણાં  ટ્રાન્સફર કરી લીધી હતી.

જામીન અરજીની સુનાવમીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કેઆરોપી સામે ગંભીર ગુનો નોંધાયેલો છે.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરતા ચૂકાદામાં નોંધ્યું હતું કે,હાલના સમયમાં ટેકનોલોજીનો દુરુપયોગ કરી ગ્રાહકોની બેંક વિગતો મેળવી નાણાંની ઉચાપત કરવાના બનાવો વધી રહ્યા છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે.ગુનાની ગંભીરતા અને આથક ગુનાની પદ્ધતિને ધ્યાને લેતા આ તબક્કે આરોપીને જામીન પર મુક્ત કરવો ન્યાયના હિતમાં જણાતું નથી.