હત્યાના બનાવમાં આરોપીની જામીન અરજી નામંજૂર
મહિલાને લાફા મારતા દીકરાએ છરીથી હુમલો કર્યો હતો
વડોદરા : જામ્બુવા નૂર્મના મકાન પાસે ચાર શખ્સે છરી તેમજ લાકડીથી હુમલો કરી યુવકની હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
બનાવની વિગત એવી છે કે, મનોજ નામના યુવકે કલ્પના પરમાર સાથે લગ્ન કર્યા
હતા એટલે રાધા પરમારે મનોજને કહ્યું હતું કે, તે કેમ બે
છોકરાની મા સાથે લગ્ન કર્યા છે ? અને ત્યાર બાદ તેણે અપશબ્દો
બોલતા મનોજ પરમારે રાધાને બે લાફા માર્યા હતા. ત્યાર બાદ મનોજ તેની પત્નિ કલ્પના,
બે બાળકીઓ અને બહેન સાથે સુરત ગયો હતો.
સુરતથી તા.૧૬ ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ તે પરત આવ્યો હતોઅને
રિકશામાં બેસી તેઓ ઘરે ગયા તે સમયે આરોપી ગણેશ પરમાર, સંજય
પરમાર, ઋત્વિક પરમાર તેમજ અન્ય એક અજાણ્યો શખ્સ છરી અને
લાકડી જેવા હથિયારો સાથે ઉભા હતા. આરોપી સંજય પરમારે મનોજને તે કેમ મારી માને લાફા
માર્યા હતા ? તેમ કહી છરીથી હુમલો કર્યો હતો તો આરોપી ગણેશે
પણ છરીથી હુમલો કરી મનોજને ઇંજા પહોંચાડી હતી તો અન્ય બે આરોપીએ લાકડીથી હુમલો
કર્યો હતો.
મનોજને બચાવવા માટે ફરિયાદી કલ્પનાબહેનના સાસુ-સસરા વચ્ચે પડતા
તેમને પણ માર મારી ઇંજા પહોંચાડી હતી.આ બનાવમાં પોલીસ ધરપકડ બાદ હાલ જેલમા ંરહેલા
આરોપી સંજય રયજીભાઇ પરમારે જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી રદ કરી
હતી.