મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી રદ
માંજલપુરમાંથી ૭ લાખનો જથ્થો કબજે કરાયો હતો
વડોદરા : મધ્યપ્રદેશથી ે ડ્રગ્ઝનો જથ્થો લઇને આવેલો શખ્સ માંજલપુર વિસ્તારમાં આવવાનો છે તેવી બાતમીના આધારે એસઓજીએ વોંચ ગોઠવી આ શખ્સને રૃા.૭.૭૮ લાખના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસ દરપકડ બાદ હાલ જેલમાં રહેલા આ આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
બનાવની વિગત એવી છે કે, એસઓજીને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશના મંદસૌરમાં રહેતો શબ્બીર નામનો શખ્સ મેફેડ્રોનનો જથ્થો લઇને
વડોદરા આવ્યો છે એટલે આ બાતમીના આધારે માંજલપુર વિસ્તારમાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ
પાસે વોંચ ગોઠવી પોલીસે શબ્બીર હુસૈન લીયાકત હુસૈન મન્સુરી (રહે.મંદસૌર,
મધ્યપ્રદેશ)ને ઝડપી લીધો હતો.
પોલીસે આ શખ્સની ઝડતી લેતા તેની પાસેથી રૃા.૭.૭૮ લાખનો
મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો.પૂછપરછમાં આ શખ્સે ડ્રગ્ઝનો જથ્થો તેણે સલમાનખાન, ઇમરાન
ઉર્ફે બોડી અને ભાઉ નામના શખ્સ પાસેથી લીધો હોવાની કબૂલાત કરી હતી. પોલીસ ધરપકડ
બાદ હાલ જેલમાં રહેલા શબ્બીર હુસૈન લીયાકત હુસૈનએ જામીન અરજી મુકતા અદાલતે આરોપીની
જામીન અરજી નામંજૂર કરી હતી.