Gujarat
બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર
By GS TEAM
17 Mar 20261 min read

બગોદરાઃ
બાવળા તાલુકાના બગોદરાથી સરલા ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત ખખડધજ હાલતમાં
ફેરવાઈ ગયો છે. આશરે બે કિલોમીટરના અંતર સુધી માર્ગ પર મોટા ખાડાઓ પડી જતાં વાહન
ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પરથી પસાર થતા
માટી ભરેલા ઓવરલોડ ડમ્પરોને કારણે રોડ તૂટી ગયો છે. ખાડાઓને લીધે ટુ-વ્હીલર
ચાલકોમાં અકસ્માતનો ભય અને કાર ચાલકોના વાહનોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
વાહન ચાલકોએ તંત્ર પાસે સત્વરે આ રોડની મરામત કરવાની માંગ કરી છે.









