બગોદરા પોલીસે નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા 2 આરોપીઓને ઝડપ્યા
બગોદરા
- અમદાવાદ ગ્રામ્ય પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટેની ઝુંબેશના
ભાગરૃપે, બગોદરા
પોલીસે નશાકારક કોડેઇનયુક્ત કફ સિરપની ૯૩૭ બોટલ સાથે બે ઈસમોની ધરપકડ કરી છે.
પોલીસને
બાતમી મળી હતી કે શિયાળ-બગોદરા રોડ પર બસ સ્ટેન્ડ નજીક આવેલ સ્મશાનની ઓરડીમાં બે
વ્યક્તિઓએ કફ સિરપનો જથ્થો છુપાવ્યો છે અને તેને વેચાણ માટે બીજી જગ્યાએ ખસેડવાની
તૈયારી કરી રહ્યા છે. આ માહિતીના આધારે,
બગોદરા પોલીસે દરોડો પાડયો હતો અને બંને આરોપીઓને બાઇક પર કફ સિરપની
બોટલોની પેટીઓ લઈ જતા પકડયા હતા.
પોલીસે
૯૩૭ નશાકારક કફ સિરપની બોટલો જપ્ત કરી છે,
જેની કિંમત ૧,૬૫,૮૪૯ છે.
?અન્ય મુદ્દામાલથ આ ઉપરાંત ૩૫,૦૦૦ની
કિંમતના બે મોબાઈલ ફોન અને રૃ.૨૫,૦૦૦ ની કિંમતનું એક બાઇક પણ
જપ્ત કરવામાં આવ્યું છે.
કુલ
કિંમતથ જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલની કિંમત ૨,૨૫,૮૪૯ છે.
પકડાયેલા
આરોપીઓની ઓળખ સુમીત ઉર્ફે સુમો જયંતિભાઈ સોલંકી (ઉં.વ. ૨૫) અને રવિભાઈ રાજુભાઈ
ભાલોડિયા (ઉં.વ. ૨૦) તરીકે થઈ છે,
જે બંને શિયાળ ગામના રહેવાસી છે.
આ
કેસમાં અન્ય બે આરોપીઓ, શ્રવણ ઉર્ફે સલ્લુ ભરતભાઈ ગોહેલ અને અજય ઉર્ફે ભોલી પ્રભુભાઈ સોલંકી,
વોન્ટેડ જાહેર કરાયા છે.
આરોપીઓ
વિરુદ્ધ શઘઁજી એક્ટની કલમ ૮(સી),
૨૧(સી), અને ૨૯ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.