Get The App

બગસરાના હામાપુર માર્ગ પર સિંહોનું આસન: આધિપત્ય માટે બે સિંહ બેલડી વચ્ચે ઘર્ષણ, મોબાઇલમાં વીડિયો કેદ!

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
બગસરાના હામાપુર માર્ગ પર સિંહોનું આસન: આધિપત્ય માટે બે સિંહ બેલડી વચ્ચે ઘર્ષણ, મોબાઇલમાં વીડિયો કેદ! 1 - image


Amreli News: અમરેલી જિલ્લાના બગસરા નજીક આવેલા હામાપુર ગામના સ્ટેટ હાઇવે પર અડધો ડઝન સિંહોએ આસન જમાવતા વાહનચાલકો થંભી ગયા હતા. કુલ છ જેટલા સિંહો જાહેર માર્ગ પર જોવા મળ્યા હતા, જેમાંથી બે સિંહ બેલડી વચ્ચે આધિપત્ય જમાવવા માટે જોરદાર ઘર્ષણ થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર બગસરાના હામાપુર માર્ગ પર કુલ 6 સિંહોનું ટોળું આવી ચડ્યું હતું. સિંહોએ સ્ટેટ હાઇવે પર લાંબો સમય સુધી અડીંગો જમાવ્યો હતો. આ દરમિયાન બે સિંહ બેલડી સામસામે આવી જતાં તેમની વચ્ચે પ્રદેશ પર આધિપત્ય સ્થાપવા માટે ઘર્ષણ થયું હતું. ખુલ્લા સ્ટેટ હાઇવે પર થયેલું આ ઘર્ષણ એટલું ઉગ્ર હતું કે જાણે આફ્રિકાના જંગલોના દ્રશ્યો અહીં જોવા મળ્યા હોય!

માર્ગ પરથી પસાર થઈ રહેલા એક વાહનચાલકે પોતાના મોબાઈલમાં સિંહોના આ ઘર્ષણનો સમગ્ર વીડિયો કેદ કરી લીધો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સિંહોના આ અસામાન્ય વર્તનને પગલે વન વિભાગને જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ગુજરાતના ગીર પંથકમાં સિંહોની વસ્તીમાં વધારો થતાં હવે તેઓ રહેણાંક વિસ્તારની નજીક અને જાહેર માર્ગો પર પણ અવારનવાર જોવા મળી રહ્યા છે.

Tags :