Gujarat
રોકડ સહિત દસ્તાવેજો સાથેનો બસમાં ભૂલી ગયેલો થેલો મુસાફરને પરત કરાયો
By GS TEAM
15 Dec 20251 min read

સાણંદ : સાબરકાંઠાના પ્રાંતિજના ડેપોની બસ પ્રાંતિજથી જુનાગઢ તરફ જઇ રહી હતી. દરમિયાન તલોદથી મુસાફર બેસાડી અમદાવાદ પહોંચેલી બસમાં નરોડા પાટિયા ખાતે મુસાફર ઉતારી જતા બેગ બસમાં ભૂલી ગયો હતો. કંડક્ટરે બસ બાવળા ડેપો આવતા અધિકારીને જાણ કરી હતી. બસમાં ભૂલી ગયેલા થેલો શોધવા મુસાફર બાવળા આવ્યો હતો. બાવળા ડેપો ખાતે તેમના થેલી સુપ્રત કરવામાં આવી હતી. જેમાં ૭૫ હજાર રોડક, દવા અને અગત્યાના કાગળો હતો. મુસાફરે જણાવ્યુ કે, તેમના સંબંધનું ઓપરેશન કરાવવા માટે હોસ્પિટલમાં જઇ રહ્યાં હતા. દરમિયાન આ થેલો પ્રાંતિજથી જુનાગઢ જતી બસમાં ભૂલી ગયો હતો. થેલો મળતા મુસાફરોને રાહત થઇ હતી.








