Get The App

ખેડામાં 84 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ 79.58 ટકા મતદાન

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
ખેડામાં 84 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ 79.58 ટકા મતદાન 1 - image


- 15 પેટા ચૂંટણીમાં 66.85 ટકા જ મત પડયા

- સામાન્ય ચૂંટણીમાં 1,02,991 પુરૂષ અને 84,120 સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

નડિયાદ : ખેડા જિલ્લામાં તા. ૨૨મી જૂનને રવિવારે યોજાયેલી ૯૯ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૮૪ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ ૭૯.૫૮ ટકા અને ૧૫ પેટા ચૂંટણીમાં ૬૬.૮૫ ટકા મતદાન થયું હતું. તા. ૨૫મીએ સરપંચો અને સભ્યપદના ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ત્યારે હાલ તો મત પેટીઓ જ્યાં રખાઈ છે તે સ્ટ્રોંગરૂમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ખેડા જિલ્લામાં કુલ ૮૪ ગ્રામ પંચાયતો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સરેરાશ ૭૯.૫૮ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ૧૫ ગ્રામ પંચાયતો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ૬૬.૮૫ ટકા મતદાન થયું હતું. ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં કુલ ૧,૮૭,૧૧૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

જેમાં ૧,૦૨,૯૯૧ પુરુષ અને ૮૪,૧૨૦ સ્ત્રી મતદારોએ પોતાના પસંદગીના ઉમેદવારોને મત આપ્યા હતા. 

ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં કુલ ૧૪,૦૦૫ મતદારોમાં ૭,૪૮૪ પુરુષ અને ૬,૫૧૨ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. ચૂંટણીઓ બાદ સરપંચ અને સભ્ય પદના ઉમેદવારોનું ભાવિ હવે મત પેટીમાં સીલ થઈ ગયું છે. ત્યારે મતગણતરી ૨૫ જૂને સવારે ૯ વાગ્યાથી જિલ્લાના ૧૦ તાલુકા મથકો પર શરૂ થશે. 

નડિયાદમાં સી.એમ.પટેલ હાઈસ્કૂલ, માતરમાં એન.સી.પરીખ હાઈસ્કૂલ અને ખેડામાં એચ.એન્ડ.ડી. પારેખ હાઈસ્કૂલ ખાતે મતગણતરી થશે. મહેમદાવાદમાં શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ, મહુધામાં સ્વયંપ્રભા શાહ હાઈસ્કૂલ અને કઠલાલમાં શેઠ એમ.આર.હાઈસ્કૂલમાં મતગણતરી હાથ ધરાશે. કપડવંજમાં શેઠ એમ.પી.હાઈસ્કૂલ, ઠાસરામાં ધી.જે.એમ.દેસાઈ હાઈસ્કૂલ, ગળતેશ્વરમાં ધી મોર્ડન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ-સેવાલીયા અને વસોમાં એ.જે.હાઈસ્કૂલના ચિત્ર વર્ગમાં મતગણતરી કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.

ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં ક્યાં કેટલું મતદાન ?

તાલુકો

ગ્રામ

મતદાન કરેલા મતદારોની સંખ્યા

 

ટકાવારી

 

 

પંચાયતો

પુરૂષ

સ્ત્રી 

કુલ

કુલ 

નડીઆદ

વસો

૭૮૭૭

૭૨૩૨

૧૫૧૦૯

૮૦.૧૬

માતર

૧૨

૧૭૭૮૦

૧૫૯૪૫

૩૩૭૨૫

૮૨.૯૭

ખેડા

૮૭૨૪

૭૯૬૨

૧૬૬૮૬

૮૩.૦૮

મહેમદાવાદ

૭૮૬૩

૭૩૯૫

૧૫૨૫૮

૮૧.૨૧

મહુધા

૬૦૯૯

૪૭૩૦

૯૮૨૯

૮૦.૧૪

કઠલાલ

૬૬૨૮

૬૦૧૮

૧૨૬૪૬

૮૪.૪૨

કપડવંજ

૨૩૯૮

૨૨૨૨

૪૬૨૦

૮૫.૮૧

ઠાસરા

૧૯

૨૪૦૨૬

૨૨૧૮૫

૪૬૨૧૧

૭૯.૦૩

ગળતેશ્વર

૧૫

૨૨૫૯૬

૨૦૪૩૧

૪૩૦૨૭

૭૩.૯૦

કુલ

૮૪

૧૦૨૯૯૧

૯૪૧૨૦

૧૯૭૧૧૧

૭૯.૫૮

Tags :