Gujarat

આણંદ જિલ્લાની 144 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 78.46 ટકા મતદાન

By GS TEAM
24 Jun 20252 mins read
આણંદ જિલ્લાની 144 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 78.46 ટકા મતદાન

- 4,24,973 પૈકી 3,33,427 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

- સૌથી વધુ આંકલાવ તાલુકામાં 85.64 અને સૌથી ઓછા આણંદ તાલુકામાં 72.21 ટકા મતો પડયા

આણંદ : આણંદ જિલ્લાની ૧૫૯ ગ્રામ પંચાયતની ચૂંટણી રવિવારે યોજાઈ હતી. જેમાં ૧૪૪ સામાન્ય ચૂંટણીમાં સરેરાશ ૭૮.૪૬ ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન આંકલાવ તાલુકામાં ૮૫.૬૪ અને સૌથી ઓચુ આણંદ તાલુકામાં ૭૨.૨૧ ટકા નોંધાયું છે. બુધવારે ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ૧૪૪ સામાન્ય અને ૧૫ પેટા ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. ત્યારે સાંજે ૬ વાગ્યે મતદાનનો સમય પૂર્ણ થયા બાદ મતદાન મથકે આવેલા લોકોને અંદર લઈ લીધા બાદ લગભગ ૭.૩૦થી ૮ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હોવાનું જાણવા મળ્યું છે. વોર્ડના સભ્યોના બેથી વધુ બેલેટ પેપર આપવાના હોવાની વ્યવસ્થાને કારણે આવી પરિસ્થિતિ સર્જાઇ હતી. 

આણંદ જિલ્લાના આણંદ તાલુકામાં ૮૨,૨૧૬ મતદારોમાંથી ૫૯,૩૬૭ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉમરેઠમાં ૩૫,૧૨૦ મતદારોમાંથી ૨૭,૮૪૬, બોરસદમાં ૬૨૧૭૬ માંથી ૪૮,૬૫૯, આંકલાવમાં ૫૨,૨૧૮માંથી ૪૪,૭૧૮, પેટલાદમાં ૮૬,૩૭૨માંથી ૬૬,૨૭૮, સોજીત્રામાં ૩૯૦૪૮ પૈકી ૩૧,૫૭૬ ખંભાતમાં ૪૫,૦૭૨ પૈકી ૩૫,૫૮૪ અને તારાપુરમાં ૨૨૭૫૧ પૈકી ૧૮,૩૯૯ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાના કુલ ૪,૨૪,૯૭૩ મતદારો પૈકી ૩.૩૩,૪૨૭ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં પુરુષોની મતદાન ટકાવારી ૮૦.૩૪ તથા ીઓની ૭૬.૫૧ ટકા હતી. જિલ્લાનું સરેરાશ મતદાન ૭૮.૪૬ ટકા નોંધાવા પામ્યું છે. આંકલાવમાં સૌૈથી વધુ ૮૫.૨૭ ટકા જ્યારે આણંદ તાલુકામાં સૌથી ઓછું ૭૨.૨૧ ટકા મતદાન થયું છે.

જૂના જોગીઓ, રાજકીય પીઠબળવાળા ઉમેદવારોની હારની સંભાવના

આણંદ જિલ્લાના અંગત રાજકીય સૂત્ર તરફથી જાણવા મળ્યું છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા મતદાનની ઊંચી ટકાવારીને કારણે ભાજપના કેટલાય ગણીતો ઉંધા પડે તેવી સંભાવનાઓ છે. જિલ્લાભરમાં સરપંચના ઉમેદવારોમાં જુના જોગીઓ અને રાજકારણીઓના પીઠબળવાળા કેટલાય સરપંચના ઉમેદવારોને હાર ખમવી પડે તેવી સ્થિતિ પણ ગ્રામ્ય સ્થળે જોવા મળી રહી છે.

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ક્યાં કેટલું મતદાન થયું ?

તાલુકો

ગ્રામ

કુલ મતદારોની સંખ્યા

મતદાન કરેલા મતદારોની સંખ્યા

ટકાવારી

 

 

 

 

 

 

 

પંચાયતો

પુરૂષ

સ્ત્રી

કુલ પુરૂષ

સ્ત્રી

કુલ

પુરૂષ

સ્ત્રી

કુલ

 

આણંદ (ગ્રા)

૧૬

૪૧૫૩૩

૪૦૬૮૩

૮૨૨૧૬

૩૦૬૫૩

૨૮૭૧૪

૫૯૩૬૭

૭૩.૮૦

૭૦.૫૮

૭૨.૨૧

ઉમરેઠ

૧૨

૧૭૬૮૬

૧૭૪૩૪

૩૫૧૨૦

૧૪૩૨૪

૧૩૫૨૨

૨૭૮૪૬

૮૦.૯૯

૭૭.૫૬

૭૯.૨૯

બોરસદ

૨૨

૩૧૮૫૯

૩૦૩૧૭

૬૨૧૭૬

૨૫૩૨૧

૨૩૩૩૮

૪૮૬૫૯

૭૯.૪૮

૭૬.૯૮

૭૮.૨૬

આંકલાવ

૧૮

૨૬૨૭૫

૨૫૯૪૩

૫૨૨૧૮

૨૨૯૭૩

૨૧૭૪૫

૪૪૭૧૮

૮૭.૪૩

૮૩.૮૨

૮૫.૬૪

પેટલાદ

૩૧

૪૩૮૧૪

૪૨૫૫૮

૮૬૩૭૨

૩૪૫૭૧

૩૧૭૦૭

૬૬૨૭૮

૭૮.૯૦

૭૪.૫૦

૭૬.૭૪

સોજીત્રા

૧૪

૨૦૦૪૭

૧૯૦૦૧

૩૯૦૪૮

૧૬૭૧૪

૧૪૮૬૨

૩૧૫૭૬

૮૩.૩૭

૭૮.૨૨

૮૦.૮૬

ખંભાત

૧૭

૨૩૨૬૨

૨૧૮૧૦

૪૫૦૭૨

૧૮૮૩૯

૧૬૭૪૫

૩૫૫૮૪

૮૦.૯૯

૭૬.૭૮

૭૮.૯૫

તારાપુર

૧૪

૧૧૭૪૩

૧૧૦૦૮

૨૨૭૫૧

૧૦૩૧૪

૯૦૮૫

૧૯૩૯૯

૮૭.૮૩

૮૨.૫૩

૮૫.૨૭

કુલ

૧૪૪

૨૧૬૨૧૯

૨૦૮૭૫૪

૪૨૪૯૭૩

૧૭૩૭૦૯

૧૫૯૭૧૮

૩૩૩૪૨૭

૮૦.૩૪

૭૬.૫૧

૭૮.૪૬