ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે બનાવાયું ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar News : ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર બનાવવામાં આવ્યું છે. ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર બનાવવાથી હવે મુસાફરો મેટ્રો સ્ટેશન અને રેલવે સ્ટેશન વચ્ચે સીધી અવર-જવર કરી શકશે.
ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે 35 કરોડ રૂપિયાના ખર્ચે ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર તૈયાર કરવામાં આવ્યું છે. મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન જવા માટે મુસાફરોને અડધા કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હતું. પરંતુ હવે ટ્રાવેલેટર બનાવતા મુસાફરોને રાહત થશે.
મેટ્રોમાંથી ઉતરતા મુસાફરો સીધા જ સ્ટેશનમાંથી જ ટ્રાવેલેટર મારફતે રેલવે સ્ટેશનમાં અને ટ્રેનમાંથી ઉતરતા મુસાફરો ત્યાંથી જ મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકશે.









