ફરિયાદોને
પગલે કાર્યવાહી
મામલતદાર
અને પુરવઠા વિભાગની ટીમે જથ્થાના રજીસ્ટર અને વજન કાંટાની ચકાસણી કરી
સુરેન્દ્રનગર - વઢવાણમાં રેશનિંગની
દુકાનમાં મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડયો હતો. મોડી સાંજ સુધી
ચાલેલી તપાસમાં તંત્રની ટીમે જથ્થાના રજીસ્ટર અને વજન કાંટાની ચકાસણી કરી હતી.
સુરેન્દ્રનગર
જિલ્લામાં રેશનકાર્ડ ધારકો સાથે રેશનિંગ દુકાનદારો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની
ફરિયાદો ઉઠી હતી. આ બાબતને ધ્યાને લઈને વઢવાણ મામલતદાર અને જિલ્લા પુરવઠા વિભાગની સંયુક્ત
ટીમે દ્વારા ૮૦ ફૂટ રોડ પર આવેલ રેશનિંગ દુકાનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને ગેરરીતિ
આચરતા તત્વો સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.
૮૦
ફૂટ રોડ પર સ્થિત જયદીપકુમાર ડુંગરભાઈ સોલંકીની દુકાનમાં તંત્રની ટીમે મોડી સાંજ
સુધી તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. આ તપાસ દરમિયાન દુકાનમાં હાજર અનાજના જથ્થાની
સ્ટોક રજીસ્ટર સાથે સરખામણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, વજન કાંટાની ચોકસાઈ
અને સરકારી નિયમોના પાલન અંગે પણ જીણવટભરી ચકાસણી કરાઈ હતી. તપાસ પૂર્ણ થયા બાદ જ
જથ્થામાં વધ-ઘટ કે અન્ય કોઈ મોટી ગેરરીતિ અંગેની વિગતો બહાર આવશે.


