Get The App

બરોડાડેરીની ચૂંટણીની હાઇપ્રોફાઇલ ડેસર બેઠક પર ધારાસભ્યના પત્રથી એકસાથે 25 દૂધમંડળીઓમાં ઓડિટથી ચકચાર

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
બરોડાડેરીની ચૂંટણીની હાઇપ્રોફાઇલ ડેસર બેઠક પર ધારાસભ્યના પત્રથી એકસાથે 25 દૂધમંડળીઓમાં ઓડિટથી ચકચાર 1 - image

વડોદરાઃ બરોડા ડેરીની ચૂંટણી દરમિયાન સૌથી વધુ રસપ્રદ બનેલી ડેસર તાલુકાની બેઠક કોઇને કોઇ કારણસર ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે.હવે આ બેઠકની અનેક દૂધ મંડળીઓમાં એક સાથે ઓડિટ શરૃ કરવામાં આવ્યું હોવાનો મુદ્દો ચર્ચાની એરણે ચડયો છે.

પ્રાપ્ત વિગતો મુજબડેસર બેઠક પર સાવલીના ધારાસભ્યની સામે વિધાનસભાની ચૂંટણી લડનાર ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ ફોર્મ ભર્યું છે.જ્યારે,તેમની સામે ભાજપે ધારાસભ્યના નિકટના મનાતા સુરપાલસિંહ પરમારને મૌખિક મેન્ડેટ આપ્યો છે.

એકતરફ કુલદીપસિંહ કેટલીક દૂધ મંડળીના મતદારોને કોઇ અજ્ઞાાત સ્થળે લઇ ગયા હોવાની ચર્ચા છે ત્યારે બીજીતરફ ડેસરની ૨૦થી ૨૫ જેટલી મંડળીઓનું એકાએક ઓડિટ શરૃ કરવામાં આવ્યું હોવાની ચર્ચા પણ જોરમાં ચાલી રહી છે.

આ અંગે મહીસાગરના જિલ્લા રજિસ્ટ્રાર અને સ્પેશિયલ મિલ્ક ઓડિટર ગૌરાંગ ગરાસીયાએ કહ્યું હતું કે,આ એક રૃટીન પ્રક્રિયા છે.જે માત્ર ડેસરમાં જ નહિ પણ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની મંડળીઓમાં પણ ચાલી રહી છે.

ધારાસભ્યએ પત્ર લખતાં ડેસરની ૨૫ મંડળીઓનું ઓડિટ કરાવ્યું

મહિસાગરના જિલ્લા રજિસ્ટ્રારે મોડી રાત્રે કહ્યું હતું કે,સાવલીના ધારાસભ્ય દ્વારા પત્ર લખીને ડેસરની ૨૫ જેટલી મંડળીઓમાં વહીવટી અનિયમિતતા અને પારદર્શિતા બાબતે ઓડિટની માગણી કરતાં તેને આધારે અમે આ મંડળીઓમાં ઓડિટ કરાવી રહ્યા છીએ.