યુવરાજ અને રેતીના વેપારી વચ્ચેની ઓડિયો ક્લિપિંગ બે લાખ તો આપવા જ પડશે, સાહેબ સહિત આખી ઓફિસમાં વેચવાના છે
રવિ સાહેબ કાપવા તૈયાર નથી, ભવિષ્યમાં કશું આવે તો બે આંખની શરમ પણ રાખે
વડોદરા, તા.13 વડોદરા ખાણ ખનિજ ખાતાના ભૂસ્તરશાસ્ત્રી તેમજ સ્ટાફના અન્ય માટે લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા રેતીના વેપારી તેમજ હાલ આણંદમાં ફરજ બજાવતા યુવરાજસિંહ વચ્ચે થયેલી ઓડિયો ક્લિપિંગ વેપારીએ એસીબી સમક્ષ રજૂ કરી હતી
વેપારી ઃ હવે પેલું મને કંઇક હળવું વ્યવસ્થિત કરી આપો એટલે હું છે ને?
યુવરાજ ઃ બરોબર જ કીધું તું એમાં શું છે કે મુખ્ય બધાનું હતું એટલે બીજું કંઇ નઇ, એ ભાઇ રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે અને એ સર્વેયર છે બરાબર છે, કામ કરે છે ત્રણ ત્રણને મારી નીચે પેલા બેન કરે એ બરાબર છે ટેબલ એ નીચેનું આટલું હું ઉપરનું સાહેબ
વેપારી ઃ સાહેબમાં તો કોણ આવશે રવિ સાહેબનું નામ
યુવરાજ ઃ હા..હા..
વેપારી ઃ પેલા ચશ્માવાળા ભાઇ ખરાને હું નામ યાર એ ભૂલી જવાય
યુવરાજ ઃ સંકેતભાઇ
વેપારી ઃ એ સંકેતભાઇ મળ્યા હતા ને તેમણે કીધું યુવરાજભાઇ સાથે વાત કરી લેજો એ જે કરશે એ ફાઇનલ, તમે ફોન ના ઉઠાવ્યો હવે મારી વાત સાંભળો હું તો પેલી જ વખત આ ધંધામાં પડયો હવે આની અંદર ફાઇનલ કરી દો.
યુવરાજ ઃ બરાબર, એમ નહી હ. એક બે દિવસ પછી બે કરી દેજો
વેપારી ઃ દોઢ રાખોને યાર
યુવરાજ ઃ ના ના ખરેખર કહું છું, આ તો વેચવાનું છે એટલે તમને કહું છું
વેપારી ઃ બધાને વેચવું પડશે?
યુવરાજ ઃ હા રશીયાભાઇ કાયમ તમારે તપાસમાં આવે બધું કરે થોડું જોઇ લે બવ પેલું ના કરે
વેપારી ઃ એટલે હેરાનગતિ ના કરે આપણને એમ
યુવરાજ ઃ હા તમારે તો કાયમ ચાલવાનું
વેપારી ઃ બરાબર તોય સાહેબ જતા જતા હારું કામ કરીને જાવને યાર દોઢ કરોને પછી આપણે પોરગાર કઇ બીજી જગ્યા, ચાલો એક સિત્તેર કરી દો, જય માતાજીનું નામ લઇને
યુવરાજ ઃ નહી થાય, તો તમારે એટલું કરો બસ મારુ જવા દઇશ જતું કરીશ બીજુ શું કરીશ, મારુ મારામાંથી લઇશ, બસ બીજામાંથી
વેપારી ઃ બરાબર છે તો હવે કેટલા દિવસમાં ક્યૂઆર તમે આપો
યુવરાજ ઃ બેથી ત્રણ દિવસમા
વેપારી ઃ એવું છે સારુ ચાલોને તો પૈસાનું સેટિંગ તો કરું બરોબર છે પણ પૈસા ક્યૂઆર આવે પછી આપું તો ચાલે
યુવરાજ ઃ પેલા આપો તોય વાંધો નહી, પછી આપો કઇ વાંધો નથી તમે ક્યાં ભાગી જવાના છો
વેપારી ઃ હા એ તો બરાબર છે એવું હશે તો થોડા ઘણા પહેલાં કરી આપું તમોને બે દિવસમાં બરોબર બાકીના પછી આપું, સાહેબના પણ આટલા બધા છે રવિ સાહેબના હેલો બધાને કટકી આપવી જ પડે એવું ને હારુ કરાવી દઇશ, અને પેલું એક હીત્તેર રાખો તો હારું
યુવરાજ ઃ તમે યાર એ કરી દેશો, તમે મારી વાત સાંભળો પણ મને એમાંથી કશું નહી મળે એવું તમે હમજો, બાકી તમારે જે યોગ્ય લાગે એમ કરજો
વેપારી ઃ એવું હોય તો સાહેબમાંથી ખોડું કાપી લેજો સવિ સાહેબમાંથી
યુવરાજ ઃ ખરેખર કાપવા તૈયાર થતા નથી, ભવિષ્યમાં આવે તો બે આંખની શરમ ના ભરે અત્યારે આપણા કીધા પ્રમાણે કર્યું હોય તો પુંગી રાખીને શરમ ભરે