અમદાવાદ,બુધવાર,23 જુલાઈ,2025
કાંકરિયા ખાતે આવેલી બાલવાટીકાનુ ૬૮ વર્ષ પછી રિડેવલપમેન્ટ
કરાયુ છે.સૌથી ઉંચા ગ્લાસ ટાવર,ભુલભુલૈયા,રાઈડસ સહીતના
આકર્ષણ નવી બાલવાટીકામાં રાખવામાં આવેલા છે. ૨૨ કરોડના ખર્ચે રિડેવલપ કરાયેલ
બાલવાટીકાનુ શુક્રવારે સાંજે રાજયના મુખ્યમંત્રી લોકાર્પણ કરશે.નાના બાળકથી વ્યસ્ક
સુધીના માટે પચાસ રુપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે.
અવનવા મ્યુઝીયમ અને રમતગમત પ્રવૃત્તિઓ સાથે નવી બાલવાટીકા
વિકસિત કરાઈ છે.બાલવાટીકા કાર્નિવલમાં હલનચલન અને અવાજ કરતા ડાયનાસોર પાર્ક, મહાન વ્યકિતઓની
આબેહૂબ પ્રતિમાવાળુ મ્યુઝિયમ,
ઈલ્યુઝમ હાઉસ તેમજ ગો કાર્ટ,મડ રાઈડ સાથે નવી
બાલવાટીકા બનાવવામા આવી છે.કોઈન હાઉસ, કાચનુ
ઘર(એ.સી.), શુ હાઉસ
ઉપરાંત લેન્ડ સ્કેપ ગાર્ડન,
સેલ્ફી ઝોન તથા ગ્લો સ્ટેશન માટે કોઈ ચાર્જ લેવામા આવશે નહીં.દરેક રાઈડ માટે
અલગ અલગ ફી રાખવામા આવી છે.સ્નો પાર્ક(નભો દર્શન અને જેકેટ સાથે) રુપિયા ૪૫૦ ફી
રાખવામાં આવી છે.ગુજરાતમાં સૌ પ્રથમ વખત અસલી છે કે નકલી તેને લઈ દગો ખાઈ જવાય એવુ
વેક્ષ મ્યુઝિયમ પણ બનાવવામા આવ્યુ છે.સેલ્ફીઝોનથી લઈ અલગ અલગ મ્યુઝિયમ, એડવેન્ચર રાઈડસ
બાલવાટીકામાં જોવા મળશે.
કોર્પોરેશનને વર્ષે અંદાજિત ૨૦ લાખ આવક થશે
બાલવાટીકામા અગાઉના વર્ષોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને
વાર્ષિક રૃપિયા દસ લાખ આવક થતી હતી.બાલવાટીકાનુ પી.પી.પી.ધોરણે રિ ડેવલપમેન્ટ કરવા
સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કને અપાઈ હતી.બાલવાટીકામાં જે આવક થશે તેના ૨૭ ટકા
રેવન્યુ શેરીંગ પ્રમાણે કોર્પોરેશનને વર્ષે રુપિયા ૨૦ લાખથી વધુની આવક થશે.તમામ
પ્રકારના મેઈન્ટેનન્સથી લઈ લાઈટબિલ અને સિકયુરીટી તેમજ કર્મચારીઓના પગાર વગેરે
ખર્ચ કોન્ટ્રાકટર દ્વારા કરવામા આવશે.


