Gujarat

જામનગરના બહુ ચર્ચિત દુષ્કર્મ કેસમાં પીડિતાને ધમકાવવાનો પ્રયાસ: આરોપીના ભાઈ સામે પોલીસ અરજી કરાઈ

By GS TEAM
24 Dec 20251 min read
TukuTouch Logo
જામનગરમાં ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદી સામે નોંધાયેલા દુષ્કર્મ કેસ મામલે પીડિતાને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે પીડિતાએ આરોપીના ભાઈ અમર મહેન્દ્ર મોદી સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી નોંધાવી છે. અરજીમાં જાહેર કરાયા અનુસાર આ ઘટના 22 ડિસેમ્બરના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે બની હતી. પીડિતા પોતાના પુત્ર સાથે બહાર નાસ્તો કરવા ગઈ હતી. તે સમયે આરોપી વિશાલ મોદીનો ભાઈ અમર મહેન્દ્ર મોદી પોતાની કાર લઈને ત્યાં ધસી આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બહુ ચર્ચિત દુષ્કર્મ કેસમાં પીડિતાને ધમકાવવાનો પ્રયાસ: આરોપીના ભાઈ સામે પોલીસ અરજી કરાઈ

જામનગરમાં ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદી સામે નોંધાયેલા દુષ્કર્મ કેસ મામલે પીડિતાને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે પીડિતાએ આરોપીના ભાઈ અમર મહેન્દ્ર મોદી સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી નોંધાવી છે. અરજીમાં જાહેર કરાયા અનુસાર આ ઘટના 22 ડિસેમ્બરના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે બની હતી. પીડિતા પોતાના પુત્ર સાથે બહાર નાસ્તો કરવા ગઈ હતી. તે સમયે આરોપી વિશાલ મોદીનો ભાઈ અમર મહેન્દ્ર મોદી પોતાની કાર લઈને ત્યાં ધસી આવ્યો હતો.

અમર મોદીએ પીડિતાની નજીક આવીને હાથથી ખરાબ ઈશારા કરીને તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તે પોતાની ગાડી લઈને ત્યાંથી નાસી ગયો હતો.

આ ઘટનાથી ગભરાયેલી પીડિતા તાત્કાલિક સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી હતી. તેણે સિટી-બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ સમગ્ર ઘટનાની લેખિત રજૂઆત કરી હતી.

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે અમર મોદીના ભાઈ વિશાલ મોદી સામે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ ચાલી રહી છે. આ ફરિયાદનો ખાર રાખીને અમર મોદીએ તેને ધમકાવી છે.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તેણીને અમર મોદી અને તેના પરિવારથી જીવનું જોખમ છે, અને તેથી ધોરણસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે. આ ઘટનાથી શહેર ભરમાં ખળભળાટ મચી ગયો છે.