Get The App

જંબુસરના જંત્રાણ ગામે બોગસ દસ્તાવેજો થકી જમીન પચાવી પાડવાનો પ્રયાસ : તલાટી કમ મંત્રી, સર્કલ ઓફિસર સહિત 22 સામે ગુનો

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
જંબુસરના જંત્રાણ ગામે બોગસ દસ્તાવેજો થકી જમીન પચાવી પાડવાનો પ્રયાસ   : તલાટી કમ મંત્રી, સર્કલ ઓફિસર સહિત 22 સામે ગુનો 1 - image


Bharuch Land Grabbing : જંબુસર તાલુકાના જંત્રાણ ગામે આવેલ વડીલોપાર્જીત જમીનમાં બોગસ દસ્તાવેજોના આધારે ફરિયાદીનો હક્ક કમી કરાવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરી તેમજ 20 લાખથી વધુની છેતરપિંડી અંગે કાવી પોલીસે ફરિયાદના આધારે તલાટી કમ મંત્રી, સર્કલ ઓફિસર સહિત 22 આરોપીઓ વિરુદ્ધ ચીટીંગનો ગુનો નોધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

મૂળ ભરૂચના મદાફર ગામના વતની અને હાલ આણંદ ખાતે રહેતા બસીર અકબરભાઈ પઠાણ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમના પિતાનું વર્ષ 2005માં નિધન થયું હતું. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ખાતે જંત્રાણ ગામની સીમમાં તેઓની વડીલોપાર્જિત જમીન આવેલી છે. 22 આરોપીઓ પૈકી 18 આરોપીઓ ફરિયાદી બસીરભાઈના સંબંધી તથા મિત્ર છે. આરોપીઓએ વર્ષ 2006માં નિધન થયેલ મસ્તુભાઈ ગુલભા રસુલ અને જલાલુદ્દીન ગુલભા રસુલ સાથે મળી કાવતરું રચી તલાટી કમ મંત્રી સાથે મળી ખોટા જવાબ પંચક્યાસ કરી મામલતદાર સમક્ષ હક ઉઠાવવાનો કરાર તથા દસ્તાવેજો અસલ તરીકે રજૂ કરી ફરિયાદી બસીર ભાઈના પિતાના હક કમી કરાવી રેવન્યુ રેકોર્ડ નોંધમાં પ્રમાણિત કરી જમીનમાંથી હક્ક કમી કરી દીધો હતો. અને તે જમીનો પૈકી બ્લોક નં. 254 (471 )વાળી જમીન આરોપીઓએ આ ગુનામાં જ સંડોવાયેલ અન્ય આરોપીઓને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ અગાઉ કાવી પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી હતી. જેમાં સમાધાનના બહાને આરોપીઓએ જમીનમાં નામ દાખલ કરવાના છે તેમ જણાવી જમીન વેચાણ આપી દીધી હોય તેની રકમ રૂ. 22 લાખ  આપવા  ફરિયાદી તથા બહેનના સહી સિક્કા કરાવી માત્ર રૂ.2 લાખ આપ્યા હતા. ફરિયાદ પરત ન ખેંચે તો ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે. આમ, બોગસ દસ્તાવેજો થકી વડીલોપાર્જિત જમીનમાં  ફરિયાદીનું નામ હકમાંથી કમી કરાવી તેમજ સમાધાન પેટે 20 લાખની છેતરપિંડી આચરી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુનામાં સંડોવાયેલ આરોપીઓના નામ

(1) શેરમહંમદ ગુલભારસુલ સોલંકી- (રહે-મદાફર ગામ, ભરૂચ)

(2) બસીર ગુલભારસુલ સોલંકી-(રહે-મદાફર ગામ, ભરૂચ)

(3) રશીદાબેન મસ્તુભાઈ સોલંકી (રહે-અછોડ ગામ, ભરૂચ)

(4) સાજીદ મસ્તુભાઈ સોલંકી (રહે-અછોડ ગામ, ભરૂચ)

(5) ઇમરાના મસ્તુભાઈ સોલંકી (રહે-અછોડ ગામ, ભરૂચ)

(6) ખેરૂનબેન મસ્તુભાઈ સોલંકી (રહે-આણંદ ગામ, આણંદ)

(7) કુલસુમબેન મસ્તુભાઈ સોલંકી (રહે-પાલેજ ગામ, ભરૂચ)

(8) મુમતાજબેન જલાઉદ્દીન સોલંકી (રહે-ગોરવા ગામ, વડોદરા)

(9) વાજીદ જલાઉદ્દીન સોલંકી(રહે-ગોરવા ગામ, વડોદરા)

(10) ફિરોજ જલાઉદ્દીન સોલંકી(રહે-ખેડા ગામ, ખેડા)

(11) સલમા જલાઉદ્દીન સોલંકી(રહે-ગોરવા ગામ, વડોદરા)

(12) શાહેદા જલાઉદ્દીન સોલંકી(રહે-વાગરા ગામ, ભરૂચ)

(13) તબસુમ જલાઉદ્દીન સોલંકી(રહે-ભરૂચ ગામ, ભરૂચ)

(14) અશરફ પ્રતાપ સિંધા(રહે-મદાફર ગામ, ભરૂચ)

(15) સાદિક પ્રતાપ સિંધા(રહે-મદાફર ગામ, ભરૂચ)

(16) જીવીબેન સાબીર પઠાણ(રહે-આમોદ ગામ, ભરૂચ)

(17) જીવરાજ પરબતભાઈ કોરાટ(રહે-મુજમહુડા, વડોદરા)

(18) રામજી ભુરાભાઈ માવાણી (રહે-રાજકોટ ગામ, રાજકોટ)

(19) આદિતિ વત્સલ કોરાટ(રહે-રાજકોટ ગામ, રાજકોટ)

(20) ફિરોઝખા અહેમદખા પઠાણ (રહે-કાવલી ગામ, ભરૂચ)

(21) તલાટી કમ મંત્રી મદાફર (રહે-મદાફર ગામ, ભરૂચ)

(22) સર્કલ ઓફિસર કાવી (રહે-કાવી ગામ, ભરૂચ મામલતદારની કચેરી)

Tags :