Gujarat

સાંકરદા-ભાદરવા રોડ પર ગેસકટર વડે ATM તોડવાનો પ્રયાસઃCCTVના વાયરો પણ કાપ્યા

By GS TEAM
21 Jun 20251 min read
સાંકરદા-ભાદરવા રોડ પર ગેસકટર વડે ATM તોડવાનો પ્રયાસઃCCTVના વાયરો  પણ કાપ્યા

વડોદરાઃ વડોદરા નજીક સાંકરદા અને ભાદરવા રોડ પર આવેલા ઇન્ડિયા-૧ના એટીએમમાં ચોરીનો પ્રયાસ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસના કહ્યા પ્રમાણે,ઇન્ડિયા-૧નું એટીએમ બંધ થતાં હેડ ઓફિસથી તેની ફ્રેન્ચાઇઝિ ધરાવનારને જાણ કરવામાં આવી હતી.જેથી ઝોનલ ઓપરેશન મેનેજરે તપાસ કરતાં એટીએમના સીસીટીવીના વાયર કાપીને ગેસ કટર વડે કેશ પાસેના વોલ્ટ કાપવાનો પ્રયાસ થયો હોવાનું જણાઇ આવ્યું હતું. 

ચોરોએ રૃમના દરવાજાનો નકૂચો પણ તોડયો હતો.બાજુના દુકાનદારે કહ્યું હતું કે,તા.૨૦મીએ રાતે ૧૧ વાગ્યા સુધી તેઓની દુકાનમાં કામ ચાલતું હતું.જેથી ચોરો ત્યારપછી ત્રાટક્યા હોવાનું મનાય છે.નંદેસરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.