Get The App

અમરેલીમાં રેતીના 2 ડમ્પર પકડતા પોલીસ પર હુમલો

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
અમરેલીમાં રેતીના 2 ડમ્પર પકડતા પોલીસ પર હુમલો 1 - image

કેરાળા ગામના માથાભારે પિતા પુત્રનું કૃત્ય પોલીસ સ્ટેશનમાં જ ધમાલ મચાવીને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો, ટીઆરબી જવાન ઘાયલ

અમરેલી, : અમરેલીમાં બેફામ બનેલાં ખનીજ માફિયા સામે અમરેલી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં રેતીના બે  ડમ્પર પોલીસ સ્ટેશન લઇ જવાતા માથાભારે પિતા-પુત્રએ પોલીસ કર્મીને જાનથી મારી નાખવાના ઇરાદે કાર માથે ચડાવી દેવાની કોશિશમાં એક ટી.આર.બી. જવાન ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે આરોપી પિતા પુત્ર સામે હત્યાની કોશિશ અને ફરજમાં રૂા.કાવટની ફરિયાદ નોંધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી તાલુકા પોલીસના હેડ કોન્સ. અજીતદાન ગઢવી તેમજ અન્ય એક પોલીસકર્મી વાંકિયા ગામ નજીક પોતાની ફરજ દરમિયાન એક રોયલ્ટી ચોરીનું રેતી ભરેલું ડમ્પર અને એક ખાલી ડમ્પર મળી આવતાં બંને ડમ્પરો પોલીસ સ્ટેશન લઇ જતા હતા, ત્યારે પ્રકાશ સુરેશભાઇ રાઠોડ (રહે.કેરાળા) કાર લઇને ધસી આવેલો હતો. તેણે ડમ્પરને આંતરી પોલીસ જવાનને કહેલું કે 'તમે મારા વાહનો છોડી મૂકો નહીંતર હું તમારા ઉપર જ્ઞાાતિ પ્રત્યે હડધૂત કરવાનો અને માર મારવાનો કેસ કરી દઇશ' તેમ કહી પોલીસની ફરજમાં રૂા.કાવટ કરી હતી અને પોતે પોતાની જાતે બાજુમાં પડેલો પથ્થર પોતાના માથામાં મારવા લાગેલો હતો. 

પોલીસને અપશબ્દો બોલી કહેવા લાગેલો કે 'મારા બાપા માથાભારે છે તે પાછળ આવે છે તમને બધાને જાનથી મારી નાખશે' તેમ કહીં નાસી ગયો હતો. બાદમાં પોલીસકર્મી બંને ડમ્પર લઇને પોલીસ સ્ટેશન આવેલા હતા. તે અરસામાં હિસ્ટ્રીશીટર સુરેશ વીરાભાઇ રાઠોડ ( રહે.કેરાળા) કાર લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. તેણે પણ પોલીસને અપશબ્દો બોલી ખોટા કેસમાં ફસાવી જાનથી મારી નાખવાના ઇરાદે પોલીસ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરેલો હતો. જેમાં ટી.આર.બી. જવાનને ઇજા કરી નાસી ગયો હતો. પોલીસે બંને પિતા-પુત્ર સામે હત્યાની કોશિસ અને ફરજમાં રૂા.કાવટની ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. ડી.ડી.ડાંગરે બંને આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.