Gujarat

પગાર આપવાના બદલે માથા, કાનના ભાગે મારતા લોહી લુહાણ હાલતમાં યુવક સારવાર હેઠળ

By GS TEAM
11 Oct 20251 min read
પગાર આપવાના બદલે માથા, કાનના ભાગે મારતા લોહી લુહાણ હાલતમાં યુવક સારવાર હેઠળ

અમદાવાદ, શનિવાર

નારોલમાં પગાર આપવાના બદલે યુવકને બોલાવીને કંપનીના કોન્ટ્રાક્ટરે લાકડાના પાટિયાથી હુમલો કરી લોહી લુહાણ કર્યો હતો અને પગાર નહી મળે જે કરવું હોય તે કરી લે કહીને ધમકી આપી હતી. શ્રમજીવી યુવકનો દોઢ મહિનાનો ૨૦ હજાર રૃપિયા પગાર બાકી હતો જે કોન્ટ્રાક્ટર આપતો ન હોવાથી નોકરી છોડી દીધી હતી. આ બનાવ નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એક શખ્સે પકડી રાખી કંપનીના કોન્ટ્રાકટરે  શ્રમજીવી યુવકને માથામાં પાટીયું માર્યું ઃ નરોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી

નારોલમાં પીપળજ ગામમાં રહેતા અને ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરતા યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં લાંભા ખાતે રહેતા કંપનીમાં કોન્ટ્રાક્ટર સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે જેમાં કંપનીમના કોન્ટ્રાક્ટર  મજૂરીના રૃપિયા આપતો ન હોવાથી યુવકે ૧૫ દિવસ પહેલા નોકરી છોડી દીધી હતી. 

ગઇકાલે યુવક દોઢ મહિનાનો બાકી પગાર રૃા. ૨૦ હજાર લેવા માટે મિત્ર સાથે કંપનીમાં ગયો હતો. જ્યાં કોન્ટ્રાક્ટરે ગેટની પાસે બોલાવીને તને પગાર નહિ મળે તારાથી થાય તે કરી લે કહીને ઉશ્કેરાઇને તકરાર કરી હતી અને એક શખ્સે પકડી રાખીને કંપનીમાં કોન્ટ્રાક્ટરે માથા અને કાનના ભાગે લાકડાના પાટિયાના ફટકા મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો. ત્યારબાદ બંને શખ્સો નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.