Get The App

મહિલાને બચાવવા જતાં એ. એસ.આઇ અને હોમગાર્ડ જવાન ઉપર છરીથી હુમલો

નારોલમાં લૂખ્ખા તત્વોનો પોલીસને પડકાર

પથ્થર મારો કરીને પોલીસ ગાડીની તોડફોડ કરી આતંક મચાવ્યો

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News

અમદાવાદ,બુધવારમહિલાને બચાવવા જતાં એ. એસ.આઇ અને હોમગાર્ડ જવાન ઉપર છરીથી હુમલો 1 - image

 નારોલમાં ગઇકાલે રાતે ત્રણ શખ્સો મહિલા સામે  ઘાતક હથિયાર ધસી આવીને મહિલા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરતા હતા. આ બનાવની જાણ થતાં ત્યાં હાજર હોમગાર્ડ જવાન બચાવવા ગયા હતા. આરોપીઓ છરી લઇને તેમને મારવા માટે પાછળ પડયા હતા. આ સમયે એ.એસ..આઇ આવી જતાં આરોપીઓએ તેમના અને હોમાગર્ડ જવાન ઉપર છરીથી હુમલો કરીને બન્નેને ગંભીર રીતે ઘાયલ કર્યો બાદ પથ્થરમારો કરીને પોલીસની ગાડીની તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો.  આ બનાવ અંગે નારોલ દાણીલીમંડાની પોલીસે ત્રણ લોકો સામો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  છે.

મધરાતે હોમગાર્ડને મારવા  છરી લઇ દોડયા પોલીસ અધિકારી આવી જતાં બન્ને  ઉપર ઘાતક હુમલો કરીને  પથ્થર મારો  કરીને પોલીસ ગાડીની તોડફોડ કરી આતંક મચાવ્યો

નારોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ, કે.સી.રાણાએ નારોલ પોલીસ સ્ટેશનમાં દાણીલીમડામાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ ગઇકાલે મધરાતે એક મહિલા સામે છરીને લઇને ધસી આવ્યા હતા અને તેની ઉપર હુમલો કરવા પ્રયાસ કરતા હતા.

આ બનાવની જાણ થતાં નારોલ સર્કલ ઉપર હાજર હોમગાર્ડ જવાન બચાવવા ગયા હતા. આરોપીઓ છરી લઇને તેમને મારવા માટે પાછળ પડયા હતા. આ સમયે એ.એસ..આઇ આવી જતાં આરોપીઓએ તેમના અને હોમાગર્ડ જવાન ઉપર છરીથી હુમલો કરીને બન્નેને ગંભીર રીતે ઘાયલ કર્યો બાદ પથ્થરમારો કરીને પોલીસની ગાડીની તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો.  આ ઘટના અંગે નારોલ દાણીલીમંડાની પોલીસે ત્રણ લોકો સામો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  છે.


Tags :