સુરતમાં ગણપતિ આગમન સમયે ભારત પાકિસ્તાનની મેચ માટે એલઈડી ટીવી લગાવાયા
- લોકો ગણપતિ આગમનના ઉત્સાહ સાથે એશિયા કપની ભારત પાકિસ્તાનની મેચ પણ મારી શકે તે માટે કેટલાક આયોજકો એ કર્યો નિર્ણય
સુરત, તા. 10 સપ્ટેમ્બર 2023, રવિવાર
સુરત શહેરમાં ગણેશ આગમન અને ભારત પાકિસ્તાનની એશિયા કપની મેચ બંને હોવાથી કેટલાક ગણેશ આયોજકોએ ગણેશ ભક્તો ગણપતિ આગમન માં ભાગ લઈ શકે અને મેચ પણ નિહાળી શકે તે માટે કેટલીક જગ્યાએ એલઈડી ટીવી લગાવ્યા છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ આગમનનો ટ્રેન્ડ શરૂ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક ગણેશ આયોજકો દ્વારા દબ દબાભેર ગણેશ આગમનની તૈયારી કરી છે. સુરતમાં ગણેશ આગમન સમયે ગણેશ આયોજકો મોટી શોભા યાત્રા કાઢી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાક ગણેશ આયોજકોએ રવિવારે સાંજે શોભાયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે.
સુરતમાં ગણપતિ આગમન સમયે ભારત પાકિસ્તાનની મેચ માટે એલઈડી ટીવી લગાવાયા#Surat #GanapatiBappa #LETV #IndiaPakistanMatch pic.twitter.com/oou6wHtwvq
— Gujarat Samachar (@gujratsamachar) September 10, 2023
સુરતના મોટા મંદિર ગણેશ યુવક મંડળ દ્વારા આજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જોકે આજે એશિયા કપની ભારત પાકિસ્તાનની મેચ હોવાથી અનેક ગણેશ ભક્તો મૂંઝવણમાં છે કે મેચ જોવી કે ગણેશ આગમન માટે જવું. આવા ગણેશ ભક્તો માટે મોટા મંદિર યુવક મંડળ દ્વારા એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોની ફળિયા સહિત અન્ય વિસ્તારમાં જ્યાં ગણપતિજીની શોભા યાત્રા થઈ રહી છે તે જગ્યાએ મોટા એલઇડી લગાવ્યા છે. આ એલઇડી પર ભારત પાકિસ્તાનની મેચ નો લાઈવ પ્રસારણ કરવામાં આવશે. જેના કારણે ગણેશ ભક્તો ભગવાન એની શોભાયાત્રા પણ નિહાળી શકશે અને મેચનો આનંદ પણ લઈ શકશે. ગણેશ ભક્તો માટે આયોજકોએ કરેલી આ વ્યવસ્થા ને કારણે ભક્તો શોભાયાત્રા અને મેચ બંનેનો આનંદ માણી શકશે.