Get The App

આઠ મહિનાની ગણતરીના અંતે અમદાવાદના ૪૮ વોર્ડમાં ૧૨ લાખ વૃક્ષ,નવરંગપુરા હરીયાળો વિસ્તાર

વૃક્ષ ગણતરીમાં ૧૦ સેન્ટિમીટર ઘેરાઈ અથવા ત્રણ મીટર ઉંચાઈ ધરાવતા વૃક્ષ આવરી લેવાયા, હજુ ચાર મહિના કામગીરી ચાલશે

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
આઠ મહિનાની ગણતરીના અંતે અમદાવાદના ૪૮ વોર્ડમાં ૧૨ લાખ વૃક્ષ,નવરંગપુરા હરીયાળો વિસ્તાર 1 - image

અમદાવાદ,શનિવાર,29 નવેમ્બર,2025

આ વર્ષના આરંભથી અમદાવાદના ૪૮ વોર્ડમાં આવેલા વૃક્ષોની ગણતરી શરુ કરાઈ છે. આઠ મહિનાના અંતે તમામ વોર્ડમાં કુલ ૧૨ લાખથી વધુ વૃક્ષ નોંધાયા છે. વૃક્ષ ગણતરીમાં ૧૦ સેન્ટિમીટર ઘેરાઈ અથવા ત્રણ મીટર ઉંચાઈ ધરાવતા વૃક્ષ આવરી લેવાયા છે.હજુ ચાર મહિના વૃક્ષ ગણતરીની કામગીરી ચાલશે.જે પછી શહેરમાં કુલ કેટલા વૃક્ષ છે તેની ચોકકસ વિગત સામે આવી શકશે.

અમદાવાદમાં વર્ષ-૨૦૧૧માં વૃક્ષ ગણતરી કરાઈ હતી.એ સમયે શહેરનો ગ્રીન કવર એરીયા ૪.૬૨ ટકા હતો.એ વર્ષમાં શહેરમાં ૬.૧૮ લાખ વૃક્ષ હતા.૧૪ વર્ષ પછી શહેરમાં ફરી એક વખત સત્તાવાર વૃક્ષની ગણતરી કરવા સાર્સ ઈન્ડિયા નામની એજન્સીને કામગીરી સોંપવામા આવી છે. આ એજન્સી દ્વારા ૨૫ નવેમ્બર-૨૫ સુધીમાં કુલ મળીને ૧૨૦૭૯૬૭ વૃક્ષની ગણતરી કરી છે.

શહેરના કયા વોર્ડમાં  કેટલા વૃક્ષ

વોર્ડ     વૃક્ષની સંખ્યા

નવરંગપુરા ૧૮૦૫૪૬

ગોતા       ૬૯૯૯૦

થલતેજ     ૬૯૦૦૮

નરોડા     ૬૭૮૭૯

નિકોલ    ૬૦૪૬૮

બોડકદેવ  ૫૫૨૨૯

નારણપુરા  ૪૫૧૧૩

સાબરમતી  ૨૫૨૭૩

જોધપુર   ૧૭૧૪૧

અસારવા  ૩૪૩૫૭

શાહીબાગ  ૨૩૬૩૧

પાલડી ૨૬૧૪૨

વાસણા  ૧૬૩૭૯

મણીનગર ૨૮૬૦૫

વસ્ત્રાલ   ૨૮૫૩૨

ખોખરા  ૨૮૫૯૭

દરિયાપુર ૬૫૮૩

ખાડીયા  ૬૭૧૪

દાણીલીમડા  ૬૮૪૬

કુબેરનગર  ૬૧૪૧

ઈન્દ્રપુરી  ૪૯૭૮

ફલાવરશોમાં આર્ટિફિશ્યલ લોન-ફુલ પાછળ ૧૧ લાખ ખર્ચાશે

        અમદાવાદમાં આ વર્ષે વિવિધ વિસ્તારમાં ૪૦ લાખ રોપાં વાવવા પાછળ રૃપિયા ૬૯ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાયો હતો. હવે ફલાવર શો માટેના ખર્ચની શરુઆત થઈ ગઈ છે. ફલાવર શોમાં વિવિધ સ્પોટ ઉપર આર્ટિફિશ્યલ કારપેટ અને ફુલો લગાવવા રુપિયા ૧૧ લાખનો ખર્ચ કરાશે. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ લોકોમાં વાહ-વાહ મેળવવા માંગતા સત્તાધીશો બગીચા ખાતા પાસે હિસાબ માંગવાની શકિત પણ ગુમાવી બેઠા હોય એમ લાગે છે.