Gujarat

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદમાં ૧૩ નવેમ્બરથી ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ યોજાશે

By GS TEAM
5 Nov 20251 min read
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે  અમદાવાદમાં ૧૩ નવેમ્બરથી ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ યોજાશે

  અમદાવાદ,બુધવાર, 5 નવેમ્બર,2025

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧૩થી ૧૬ નવેમ્બર સુધી ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ યોજાશે.દેશ અને વિદેશના માસ્ટર શેફસના લાઈવ કૂકિંગ શો ઉપરાંત પુરીના જગન્નાથ મંદિરના ભોગ પ્રસાદ સાથેનુ પેવેલિયન આકર્ષણનુ કેન્દ્ર બનશે.ભારત ઉપરાંત નેપાળ,સ્પેન અને નેધરલેન્ડ સહિતના દેશો ભાગ લેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાઉથ એશિયન એસોસિયેશનના સહયોગથી યોજાનારા ફૂડ ફેસ્ટિવલમાં ટેસ્ટ ઓફ લકઝરી તથા ધ રીજનલ ફલેવર  એમ બે પ્રકારના થીમ ઉપર ફૂડ કોર્ટ તૈયાર કરવામા આવ્યા છે.રિજનલ ફલેવરમાં ફલેવર્સ ફૂડને સ્ટ્રીટ ફૂડ શૈલીમાં રજૂ કરવામા આવશે.ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવેલિયન તૈયાર કરવામા આવશે.લકઝરી પેવેલિયનમાં પ્રતિષ્ઠીત હોટલો દ્વારા વાનગી પીરસવામા આવશે.સ્પિરીચ્યુઅલ પેવેલિયનમા પુરીના જગન્નાથ મંદિરમાંથી આપવામા આવતા ભોગ પ્રસાદ સાથે આધ્યાત્મિક અનુભૂતિ થશે.કોફી પેવેલિયનમાં લાઈવ  કોફી, રોસ્ટીંગ બુ્રઈંગ અને વર્કશોપ સાથે માહીતીની આપ લે કરવામા આવશે.ફેસ્ટિવલમાં જાણીતી સેલિબ્રિટીઝ, ફૂડ ક્રીટીક અને લેખિકા રશ્મિ ઉદય સિંઘ, શેફ અભિજિત સાહા,ગૌતમ મહર્ષિ ,નેપાળના લેખિકા રોહીણી રાણા, પદ્મશ્રી ડોકટર પુષ્પેશ  પંત હાજર રહેશે.