નવ કરોડના ખર્ચથી ગોતા વિસ્તારમાં કેન્સરના દર્દી માટે પેલીએટીવ કેર સેન્ટર બનાવાશે

અમદાવાદ,મંગળવાર,7 ઓકટોબર,2025
રુપિયા નવ કરોડના ખર્ચથી ગોતા વિસ્તારમાં કેન્સરના દર્દી
માટે પોલીએટીવ કેર સેન્ટર બનાવાશે.આ કેર સેન્ટરમાં કેન્સરના ત્રીજા અને ચોથા
સ્ટેજના દર્દીઓને માટે કોઈ સારવાર શકય ના હોય તેવા દર્દીઓને આ સેન્ટરમાં
વિનામૂલ્યે સારવાર આપવામા આવશે.
ગોતા વિસ્તારમાં આવેલા બે હજાર ચોરસમીટર પ્લોટમાં કેન્સરના
દર્દીઓને સારવાર આપવા પેલીએટીવ કેર સેન્ટર બનાવવા સ્ટેન્ડિંગ કમિટીમા પાંચ જુનના
રોજ મંજૂરી અપાઈ હતી. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આ કેર સેન્ટર બનાવવા શ્યામ
ઓનકોલોજી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ સાથે એમ.ઓ.યુ.કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી
છે.કેન્સરના ત્રીજા અને ચોથા સ્ટેજના દર્દીને અપાતી સારવારમાં રેડીએશન, કીમો તથા સર્જરી
પછી માનસિક અને શારિરીક પીડામા ઘટાડો શકાય એ હેતુથી ૩૦ બેડનુ સેન્ટર
બનાવાશે.સેન્ટરના બાંધકામથી લઈ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ સહીતની અન્ય વ્યવસ્થા
સંસ્થા દ્વારા કરવામા આવશે.








