Gujarat
ગરબામાંથી પરત ફરી રેસકોર્સ સર્કલ પાસે નાસ્તો કરવા બેઠેલા સગીર પર ત્રણ જણાનો હુમલો
By GS TEAM
30 Sep 20251 min read

વડોદરાઃ ગરબામાંથી પરત ફરેલા સગીર પર ગઇ મધરાત બાદ હુમલો કરાતાં તેના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે.
અકોટામાં રહેતા વિજયભાઇએ પોલીસને કહ્યું છે કે,ગઇરાતે મારો પુત્ર ગરબા રમવા તેના મિત્રો સાથે સેવાસી ગયો હતો અને ત્યાંથી પરત ફરી રેસકોર્સ સર્કલ પાસે બેરીક્યુ કેફેની સામે સ્કૂટર પાર્ક કરીને બેઠો હતો.
આ વખતે ત્રણેક વાગ્યાના અરસામાં હર્ષ અને તેના ત્રણેક સાગરીતો ધસી આવ્યા હતા તેમજ અગાઉ ક્રિકેટમાં મારો પુત્ર અમ્પાયરિંગ કરતો હોવાથી થયેલા ઝઘડાની અદાવત રાખી તેને માર માર્યો હતો.જેથી તેને સારવાર માટે લઇ જવાયો હતો.અકોટા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.








