લાયસન્સ નહીં હોવાથી દંડની પાવતી ફાડતાં ASIને મુક્કો મારી પાડી દીધાં

અમદાવાદના રિક્ષાવાળાની
ગાંધીનગરમાં દાદાગીરી
અડાલજ પાસે અટકાવતાં મારી પાસે લાયસન્સ નથી અને દંડ ભરવાનો નથી થાય તે કરી લે કહીને હુમલો કર્યો હતો
ગાંધીનગર : અડાલજ નજીક મહેસાણા જવાના પિકઅપ સ્ટેન્ડ પાસે રોડ પર ભયજનક રીતે રીક્ષા રાખીને મુસાફરો ભરી રહેલા રીક્ષાવાળાએ પોલીસે અટકાવતાં અને તેની પાસે લાયસન્સ નહીં હોવાથી દંડની પાવતી ફાડતાં આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરને છાતીમાં મુક્કો મારી જમીન પર પાડી દીધા હતાં. આરોપીએ મારી પાસે લાયસન્સ નથી અને દંડ ભરવાનો નથી થાય તે કરી લે કહીને હુમલો કર્યો હતો.
અમદાવાદના રીક્ષાવાળાની
ગાંધીનગરમાં દાદાગીરીના કિસ્સામાં એએસઆઇ જયદિપસિંહ દલપતસિંહ દ્વારા અડાલજ પોલીસ મથકમાં
નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુળ કલોલ તાલુકાના ખોરજ ડાભી ગામના વતની અને
હાલ અમદાવાદમાં જશોદાનગર વિસ્તારમાં રબારી વસાહતમાં રહેતા જૈનિશ ઉર્ફે જયેશ જગાભાઇ
રબારીને દર્શાવ્યો છે. ફરિયાદી પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન આરોપી તેની રીક્ષા રોડ
પર અકસ્માત સર્જાય તેમ ભયજનક રીતે ઉભી રાખીને પેસેન્જર લઇ રહ્યો હોવાથી તેને હાથથી
ઇશારો કરી સાઇડમાં જવા જણાવ્યુ હતું. પરંતુ આરોપી માન્યો ન હતો.
તેથી તેની પાસે
જવા જતાં આરોપીએ રીક્ષા ભગાવવા પ્રયાસ કર્યો ત્યારે તેને રોકી પાડવામાં આવ્યો હતો.
આ સાથે આરોપીએ તેની પાસે લાયસન્સ નહીં હોવાનું અને દંડ પણ નહીં ભરે તેમ કહી દીધું હતું.
એએસઆઇે દંડની પાવતી બનાવતા તે લઇને ફાડી નાંખી હતી થાય તે કરી લેવા કહીને છાતીમાં જોરદાર
મુક્કો મારી દેતાં એએસઆઇ જમીન પર પડી ગયા હતાં. પરિણામે હાથમાં ઇજા પહોંચી હતી. આરોપીએ
ભાગી છુટવા પ્રયાસ કર્યો હતો પરંતુ અન્ય પોલીસમેને તેણે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી
કરી હતી.









