Gujarat

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો

By GS TEAM
25 Mar 20261 min read
TukuTouch Logo
નિયત કરાયેલા વિસ્તારોમાં મિકલતની તબદીલી સમયે શહેર પ્રાંત અધિકારીની મંજૂરી લેવાની રહેશે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો

Jamnagar : જામનગર શહેરના સીટી સર્વે-1માં સમાવિષ્ટ વિસ્તાર રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વજુ કંદોઇની ડેલી, બારોટ ફળી, ટાંક ફળી, હેવલી શેરી, ધોરમ ફળી, સોની ફળી, મોટુ ફળી, દેહરા ફળી, વંડા ફળી, ખારા કૂવા, સોઢાનો ડેલો, પુનાતર ફળી, ઘોઘીનો ડેલો, વારીયાનો ડેલો, ભોઇવાડો, કુંભારવાડો, ખવાસ વાડો, કોલીવાડ, અણદાબાવાનો ચકલો અને નાગર ચકલો તથા સીટી સર્વે-૨માં સમાવિષ્ટ પંચવટી વિસ્તારમાં 22 માર્ચ 2031 સુધી 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.

જેથી આ વિસ્તારમાં મિકલતની તબદીલી સમયે ગુજરાત અશાંત વિસ્તાર ખાતેની મિકલતની તબદીલી પર પ્રતિબંધ મુકવા તથા તે વિસ્તારોમાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત અધિનિયમ, 1991ની કલમ-4, 5 તથા 5-(એ)ની જોગવાઇઓ મુજબ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી જામનગર શહેરની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે.