Vadodara : લોકોના ઉથયાન માટે કામ કરતા આશા વર્કરોના પગાર આ વખતે ઘણા મોડા થયા છે. તેઓના ઇનસેટિવના થતાં ચુકવવામાં થયેલા ફેરફારના કારણે તેઓના પગાર મોડા થયા હોવાનું જાણવા મળ્યું છે.
ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને રોજગાર મળી રહે તેમજ સરકારી યોજનાઓને સાંકળીને આશા વર્કરો કામ કરતી હોય છે. જેમાં આ વખતે અગાઉ આશા વર્કરોને નેશનલ હેલ્થ મિશનના એકાઉન્ટમાંથી સીધા પગાર ચૂકવવામાં આવતા હતા. પરંતુ તાજેતરમાં નાણાં ચૂકવવાની સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં હવે દરેક આશા વર્કરોને તેમના પગાર એટલે કે ઇન્સેટિવ રાજ્ય સરકારના દરેક કર્મચારીની પ્રણાલી પ્રમાણે ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે અન્ય સરકારી કર્મચારીઓની જેમ તેમના બિલ રજૂ થાય તેનું ઓડિટ થાય અને ત્યારબાદ તેઓના ઇનસેટિવના ચૂકવવાના થાય. જેથી આ સિસ્ટમને નાણાં ચૂકવવામાં વધારે પારદર્શિતા રહે, જેના કારણે આ સિસ્ટમ લાગુ થવાના કારણે ચાલુ મહિને આશા વર્કરોના પગાર ખૂબ મોડા થયા છે. સામાન્ય રીતે દરેક સરકારી કર્મચારીઓ ખાસ કરીને કોર્પોરેશનના વિવિધ વર્ગના કર્મચારીઓના પગાર તારીખ 1થી 5ની વચ્ચે થઈ જતા હોય છે. પરંતુ આ વખતે આશા વર્કરોના પગાર ઉતરાણ પછી થયા હતા. જેથી તેઓનો તહેવાર બગડ્યો હતો. એક તબક્કે આશા વર્કરોએ ઇન્સેટિવ ન મળવા બાબતે ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી કરી દીધી હતી. આખરે તે અંગેના સંદેશા વહેતા થતા તંત્ર જાગ્યું હતું અને તેઓના ઇન્સેટિવ ચુકવ્યા હતા. આરોગ્ય વિભાગનો દાવો છે કે, પગારની સિસ્ટમમાં ફેરબદલ થવાના કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ ગુજરાતભરમાં આશાવર્કરોના પગાર આ મહિને મોડા થયા છે.


