Get The App

સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્નો મામલે આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, 30 સપ્ટેમ્બરે હડતાળ

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્નો મામલે આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, 30 સપ્ટેમ્બરે હડતાળ 1 - image


આશાવર્કર બહેનોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

આરોગ્ય વિભાગ દ્વારા ઓનલાઈન કામગીરી માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપઃ લધુતમ વેતન, કાયમી કરવા, પગાર વધારો, સહિતની માંગ અંગે રજૂઆત

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતી આશાવર્કર તેમજ ફેસીલીટેટર બહેનોએ પડતર પ્રશ્નો મામલે શહેરમાં રેલી યોજી જિલ્લા કલેકટરને તેમજ ડીડીઓને આવેદન પત્ર પાઠવ્યું હતું પરંતુ ૧૫ દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક અભિગમ ન દાખવતા ફરી વખત રેલી અને સુત્રોચ્ચાર સાથે કલેકટરને લેખીત રજૂઆત કરી હતી અને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરી છે. તેમજ આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો સામુહિક હડતાળ પર જઈ કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત જિલ્લાભરમાં અંદાજે ૧૦૦૦થી વધુ આશાવર્કર અને આશા ફેસીલીટેટર બહેનો આરોગ્ય વિભાગ હેઠળ વર્ષોથી ફરજ બજાવે છે. પરંતુ સરકાર દ્વારા આશાવર્કર બહેનોનું શોષણ કરી લધુતમ વેતન ચુકવવાના બદલે માસીક ફીક્સ રૃા.૨૦૦૦ જેટલી નજીવી રકમ ચુકવે છે તેમાંથી પણ આશાવર્કર બહેનોના હાથમાં માત્ર રૃા.૧૮૫૦ જેટલી રકમ આવે છે. આ રકમમાં હાલની મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલી બની ગયું છે.

આ સિવાય સરકાર દ્વારા આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગોની કામગીરી પણ સોંપવામાં આવે છે જેને ધ્યાને લઈ થોડા દીવસો પહેલા જિલ્લાભરની આશાવર્કર બહેનોએ રેલી યોજી જિલ્લા કલેકટર સહિત ડીડીઓની લેખિત રજૂઆત કરી હતી અને પડતર માંગો ઈન્સેટીવ પ્રથા બંધ કરવી, કાયમી કરવા, વર્ગ-૪માં સમાવેશ કરવો, કામીરીનો સમયે બાંધવો, ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવો, પેન્શન યોજના, અકસ્માત વિમો, મેટરનીટી લીવ સહિતની માંગો પુરી કરવાની માંગ કરી હતી. રજૂઆત બાદ પણ સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક અભિગમ ન દાખવતા આશાવર્કર બહેનોએ ટાગોર બાગથી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું તેમજ આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો સામુહિક હડતાળ પર જઈ કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ તકે મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો તેમજ ફેસીલીટેટર બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

આશાવર્કર બહેનોના લીડર અને જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ વચ્ચે રકઝક

આશાવર્કર બહેનો રજૂઆત કરવા માટે  કલેકટર કચેરીના અંદરના ગેઈટ પાસે બેઠા હતા તે દરમ્યાન જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝરણાબેન જાની સહિત બે મહિલાઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને આશાવર્કર બહેનો વચ્ચે ઉભા રહેતા યુનીયનના લીડર રાજબેન પરમારે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખને આડે હાથે લઈ કોઈપણ જાતના નિમંત્રણ માત્ર પ્રસિધ્ધિ મેળવવા અને જસ ખાટવા આવી પહોંચ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને આશાવર્કર બહેનોને પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત કરે લડતમાં કોંગ્રેસ ભાજપ કે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષન જરૃર નહિં હોવાનું અને સ્વતંત્ર લડી શકે તેટલા સક્ષમ હોવાનું જણાવ્યું હતું.

બીજા કામ માટે કલેકટર કચેરી ખાતે આવી હતીઃ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ

આ અંગે જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝરણાબેન જાનીના જણાવ્યા મુજબ તેઓ કલેકટર કચેરી ખાતે પોતાના અન્ય કામ માટે આવ્યા હતા અને આશાવર્કર બહેનોની રજૂઆતમાં  રાજકીય પક્ષના કારણે નહીં પરંતુ મહિલા હોવાથી સહભાગી થવાના ઉદ્દેશ સાથે તેમની સામે ઉભા રહી રજૂઆત સાંભળી હતી જેને કોઈ પ્રસિધ્ધિ કે પક્ષ સાથે લેવા દેવા નથી તેમ જણાવી યુનીયનના લીડરને સ્પષ્ટતા કરી હતી.

Tags :