આસારામ બાપુને આજીવન કારાવાસની સજા: જાણો સુરત દુષ્કર્મનું અથથી ઇતિ
અમદાવાદ,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર
સુરતમાં બે બહેનો સાથે દુષ્કર્મની ઘટનામાં ગઈકાલે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થયા બાદ આજે કોર્ટે આસારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી છે.સુરતના 2001ના ચકચારી દુષ્કર્મ કેસની ફરિયાદ વર્ષ 2013માં કરવામાં આવી હતી અને 2023માં સુનાવણી પૂર્ણ થયા બાદ આજે ગાંધીનગર કોર્ટે આજીવન કેદની સજા સાથે વળતર જમા કરાવવા આદેશ કર્યો છે.
ગાંધીનગર સેશન્સ કોર્ટે રૂ. 50,000નું વળતર પીડિતાને ચૂકવવા પણ આદેશ કર્યો છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે
ગઈકાલે 2013ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આસારામ સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતા.
શું છે કેસ ?
વર્ષ 2001માં સુરતની બે યુવતીઓએ આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો. તારીખ 6 ઓક્ટોબર 2013ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો.