Get The App

પાણીના પ્રશ્ન વધતા પાણી સમિતી એ ઝોન પ્રમાણે બેઠક શરૂ કરી

Updated: Nov 25th, 2021

GS TEAM


Google News
Google News
પાણીના પ્રશ્ન વધતા પાણી સમિતી એ ઝોન પ્રમાણે બેઠક શરૂ કરી 1 - image


સુરત

સુરત શહેરનાં વિવિધ વિસ્તારોમાં પીવાનાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને ભાવિ આયોજનો આ અંગે સમીક્ષા કરવા પાણી સમિતિ દ્વારા ઝોન પ્રમાણે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે ગુરુવારે અઠવા ઝોનનાં અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ કોર્પોરેટરો સાથે એક મિટિંગ યોજવામાં આવી હતી. મહાનગર પાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં પીવાનાં પાણી સંબંધીત. પ્રશ્નો અને ભાવિ આયોજનો ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ પાણીના પ્રેશર ને લઇ મળેલી કેટલીક રજૂઆત ને બેઠકમાં ચર્ચા હેઠળ આવરી લેવામાં આવી હતી પાણીના પ્રેશર નો પ્રશ્ન ઝડપથી ઉકેલવા અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી હતી. દોઢ કલાક સુધી ચાલેલી બેઠકમાં અઠવા ઝોન વિસ્તારના નાના-મોટા પ્રત્યેક ગામો અને એરિયાઓમાં પીવાના પાણીને લઈ વિગતવાર સમીક્ષા પણ કરવામાં આવી હતી આજે અઠવા ઝોન વિસ્તારની મિટિંગ બાદ હવે પછી તબક્કાવાર અન્ય ઝોન વિસ્તાર માટે મિટિંગનું આયોજન કરવામા આવનાર છે. જેથી પીવાના પાણીની સમસ્યાઓ હોય તો જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ ઝોનમાં અથવા પાણી સમિતિ ચેરમેન રાકેશ માળીને લેખિતમાં સમસ્યાઓ જણાવી શકે છે. જેથી તાત્કાલિક સમસ્યાઓનું નિવારણ લાવી શકાય. આવતીકાલે શુક્રવાર તા.26/11/21નાં રોજ રાંદેર ઝોનમાં બપોરે 12 કલાકે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

Tags :